ત્રણ અઠવાડિયા બાદ વૈષ્ણોદેવી યાત્રા ફરી શરૂ: ભૂસ્ખલનના કારણે થઈ હતી યાત્રા સ્થગિત

શ્રીનગર: હવામાનની વિપરિત પરિસ્થિતિઓને કારણે પ્રશાસન દ્વારા વૈષ્ણોદેવી યાત્રા ઘણીવાર સ્થગિત કરવી પડે છે. 26 ઓગસ્ટના રોજ થયેલા ભૂસ્ખલન અને ત્યારબાદ થયેલા ભારે વરસાદને કારણે આ યાત્રા લગભગ ત્રણ અઠવાડિયા સુધી સ્થગિત કરવામાં આવી હતી. આ દુર્ઘટનામાં 34 શ્રદ્ધાળુઓ મૃત્યુ પામ્યા હતા અને 20થી વધુ ઘાયલ થયા હતા. જોકે, લાંબા સમયની રાહ જોયા બાદ આજે વૈષ્ણોદેવીની યાત્રા ફરીથી શરૂ કરવામાં આવી છે.
માઈભક્તોને માહિતીથી અપડેટ રહેવા સુચના
શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જાહેરાત કરી હતી કે, “17 સપ્ટેમ્બરથી યાત્રા ફરી શરૂ કરવામાં આવશે. સત્તાવાર સંદેશાવ્યવહાર માધ્યમો દ્વારા અપડેટ રહેવા માઈભક્તોને વિનંતી છે.”
Jai Mata Di Vaishno Devi Yatra shall resume from September 17, 2025 (Wednesday) subject to favorable weather conditions. Devotees are requested to stay updated through official communication channels. For bookings please visit https://t.co/cdRLtcFYSM @OfficeOfLGJandK @diprjk
— Shri Mata Vaishno Devi Shrine Board (@OfficialSMVDSB) September 16, 2025
શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડે યાત્રા સ્થગિત કર્યા પછી કેટલાક શ્રદ્ધાળુઓએ કટરા બેઝ કેમ્પ ખાતે પ્રદર્શન કર્યું હતું. કેટલાક યાત્રાળુઓએ બેરિકેટ તોડીને અને શ્રાઇન બોર્ડની સૂચનાઓનું ઉલ્લંઘન કરીને વારંવાર યાત્રા પર જવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ હવે પરિસ્થિતિ સુધરતા માતાનો દરબાર ભક્તો માટે ખોલવામાં આવ્યો છે અને યાત્રા ફરીથી શરૂ કરવામાં આવી છે. જેથી માઈભક્તો ‘જય માતા દી’ ના નારા સાથે તેઓ પૂરા ઉત્સાહ સાથે માતાના દરબાર તરફ આગળ વધી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, વૈષ્ણોદેવી યાત્રા માર્ગમાં અર્ધકુંવારી પાસે અચાનલ ભૂસ્ખલન થયું હતું.પહાડી મલબો અને મોટો પથ્થરો ધસી ટ્રેક પર ધસી આવ્યો હતો. સલામતીના ભાગરુપે વૈષ્ણોદેવી યાત્રાને સ્થગિત કરવામાં આવ્યો હતો. અર્ધકુંવારીથી ભવન સુધી જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો.
આપણ વાંચો: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જન્મદિવસની શુભેચ્છા પાઠવી, પીએમ મોદીએ આ રીતે માન્યો આભાર…