નેશનલ

વડા પ્રધાન મોદી સાઉદી અરેબિયા પહોંચ્યા, જેદ્દાહમાં ભવ્ય સ્વાગત

સાઉદીના એફ-15 ફાઈટર વિમાન દ્વારા જેદ્દાહ સુધી કરાયા એસ્કોર્ટ

જેદ્દાહઃ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સાઉદી અરેબિયાની મુલાકાતે પહોંચ્યા છે. સાઉદી અરેબિયાના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના નિમંત્રણે બે દિવસની ઐતિહાસિક મુલાકાત માટે જેદ્દા પહોંચ્યા હતા, જ્યાં એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

વડા પ્રધાન મોદીની આ ત્રીજી વખતની મુલાકાત છે, પરંતુ પહેલી વખત જેદ્દાહ શહેર પહોંચ્યા હતા, જે ભારત અને સાઉદીના સંબંધોનું ઐતિહાસિક કેન્દ્ર રહ્યું છે. આ વિઝિટમાં ભારત સાથે છ મહત્ત્વના સમજૂતી-કરારમાં હસ્તાક્ષર કરવાની અપેક્ષા છે.

આપણ વાંચો: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાસણગીર ખાતે જંગલ સફારીની મુલાકાત…

વડા પ્રધાન મોદીનું વિમાન જેવું સાઉદીના એર સ્પેસમાં પ્રવેશ્યું ત્યારે રોયલ સાઉદી એરફોર્સના એફ-15 ફાઈટર જેટ્સ તેમના વિમાનને સ્પેશિયલ એસ્કોર્ટ કર્યું હતું. આ એસ્કોર્ટ કરવાની બાબત ભારત અને સાઉદી વચ્ચેના સંબંધો વધુ ગાઢ હોવાનું પુરવાર કર્યું છે. જેદ્દાહમાં પીએમ મોદીનું રાજકીય સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.

રણનીતિક ભાગીદારીને મળશે નવી દિશા

વડા પ્રધાન મોદી અને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન ભારત-સાઉદી સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કાઉન્સિલની બીજી બેઠકની અધ્યક્ષતા કરશે. વિદેશ મંત્રાલયના જણાવ્યાનુસાર આ બેઠક બંને દેશના સંબંધોમાં એક નવા પ્રકરણનો ઉમેરો કરશે.

વડા પ્રધાન મોદીએ સાઉદી અરેબિયા રવાના થયા ત્યારે કહ્યું હતું કે ભારત સાઉદી અરેબિયાની સાથે લાંબા ગાળાના અને ઐતિહાસિક સંબંધોને વિશેષ મહત્ત્વ આપે છે. સંરક્ષણ, વેપાર, ઊર્જા સહિત અન્ય બાબતમાં ભાગીદારીને નવી ગતિ મળશે.

આપણ વાંચો: વડા પ્રધાન નરેન્દ્ર મોદી 30 માર્ચે નાગપુરમાં

હજ યાત્રા અને અન્ય વ્યવસ્થા મુદ્દે નિર્ણાયક

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ યાત્રામાં ખાસ કરીને હજ યાત્રા અને તેના કોટાને લઈને ચર્ચા-વિચારણા કરી શકે છે. ભારતના રાજદૂત સુહેલ એજાજ ખાને કહ્યું કે આ એક મહત્ત્વપૂર્ણ યાત્રા છે. ભારત સરકાર એના અંગે વિશેષ પ્રાથમિકતા આપે છે.

સાઉદી અરેબિયાની સરકાર અને ભારત સરકાર સાથે સારા સંબંધો છે. આ બેઠક હજની આધુનિક વ્યવસ્થા, ડિજિટલ સુવિધા અને કોટા વિસ્તાર સહિત અન્ય મુદ્દે નિર્ણાયક સાબિત થઈ શકે છે.

ભારત અને સાઉદી વચ્ચે વેપાર પર વિશેષ ફોક્સ

ભારત અને સાઉદી અરેબિયાની વચ્ચે અનેક મુદ્દે ચર્ચા કરવામાં આવશે. બંને દેશની વચ્ચે સુરક્ષા, ઊર્જા, દરિયાઈ સુરક્ષા સહિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આ વિઝિટ વખતે ટેક્નોલોજી, ઈનોવેશન, ગ્રીન એનર્જી અને સ્ટાર્ટ અપ્સના ક્ષેત્રમાં ભાગીદારી મુદ્દે સમજૂતી કરાર કરી શકાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button