નેશનલ

ભારતીય આર્મી માટે ‘આ’ બાબત બની શકે છે મોટો પડકાર, જાણો આર્મીએ શું કહ્યું?

નવી દિલ્હી: દેશના યુવાનો સરકારી નોકરી માટે આકરી મહેનત અને ભરતી કરવાની માંગ કરી રહ્યા છે અને બીજી તરફ ભારતીય સેનામા યુવાનોની ભરતી માટે અગ્નિવીર યોજનાનો ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે.

જો કે અહેવાલો છે કે સેનામાં એક લાખથી વધુ સૈનિકોની જગ્યા ખાલી પડી છે. ભારતીય સેનામાં અધિકારીઓની 17 ટકા અને સૈનિકોની લગભગ 8 ટકા જેટલી જગ્યા ખાલી હોવાની માહિતી સંરક્ષણ મંત્રાલયે સંસદની સ્થાયી સમિતિને આપી છે

આપણ વાંચો: ભારતીય સેનાની માનવતા; PoKથી મૃતદેહો પરત લાવવામાં કરી મદદ…

સેનામાં સૈનિકો અને અધિકારીઓની જગ્યાઓ ખાલી

પ્રાપ્ત વિગતો અનુસાર સંરક્ષણ મંત્રાલયે સંસદની સ્થાયી સમિતિ સમક્ષ જણાવ્યું હતું કે ભારતીય સેનામાં (પહેલી જુલાઈ 2024ના રોજ) અધિકારીઓની વર્તમાન સંખ્યા 42095 છે, જ્યારે અધિકૃત સંખ્યા 50538 છે.

આ રીતે સેનામાં 16.71 ટકા અધિકારીઓની અછત છે. આ જગ્યાઓ મેડિકલ કોર્પ્સ, ડેન્ટલ કોર્પ્સ અને મિલિટરી નર્સિંગ સર્વિસ સિવાયની છે. તેવી જ રીતે સેનામાં જુનિયર કમિશન્ડ ઓફિસર અને સૈનિકોની સંખ્યા (1 ઓક્ટોબર 2024ના રોજ) 11,05,110 છે. જ્યારે અધિકૃત સંખ્યા 11,97,520 છે.

તેનો અર્થ એ કે સેનામાં 92410 એટલે કે 7.72 ટકા સૈનિકોની જગ્યાઓ ખાલી પડી છે. ભારતીય આર્મીમાં સૈનિકોની સંખ્યા ઓછી હોવાને કારણે નવા પડકાર ઊભા થાય તો મુશ્કેલી પડી શકે છે, એમ સૂત્રોએ દાવો કર્યો હતો.

આપણ વાંચો: પાકિસ્તાને ફરી LoC પારથી ગોળીબાર કર્યો, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

અગ્નિપથ યોજના અન્વયે ભરાશે જગ્યાઓ

સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે જેમ જેમ અગ્નિપથ યોજના આગળ વધશે તેમ તેમ સૈનિકોની ખાલી જગ્યા પૂરી થશે. તેવી જ રીતે અધિકારીઓની અછત અંગે એવું કહેવામાં આવ્યું હતું કે અધિકારીઓની ખાલી જગ્યાઓ ભરવા માટે ઘણા પગલાં લેવામાં આવ્યા છે. મંત્રાલયે કહ્યું કે ભરતી પ્રક્રિયામાં પણ સુધારો કરવામાં આવ્યો છે.

કોવિડના કારણે થઈ શકી નહોતી ભરતી

જો કે છેલ્લા બે વર્ષમાં સૈનિકોની ભરતી નહિ થવા પાછળ કોવિડનું કારણ આગળ ધરવામાં આવ્યું હતુ. કોવિડના કારણે બે વર્ષ સુધી સૈનિકોની ભરતી થઈ ન હતી.

જ્યારે દર વર્ષે 60 હજાર સૈનિક નિવૃત્ત થાય છે અને કોવિડના બે વર્ષમાં લગભગ 1 લાખ 20 હજાર સૈનિકો નિવૃત્ત થયા. બાદમા 2022 થી અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીરની ભરતી કરવામાં આવી અને પહેલા અને બીજા વર્ષમાં 40-40 હજાર અગ્નિવીરોની ભરતી કરવામાં આવી હતી.

આપણ વાંચો: પાકિસ્તાની સેનાએ આ વર્ષે પહેલીવાર LoC પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું; ભારતીય સેનાએ વળતો જવાબ આપ્યો

શા માટે જગ્યાઓ ખાલી?

અત્રે ઉલ્લેખનીય છે કે સેનામાં ટેકનોલોજીનો ઉપયોગ વધ્યો છે પરંતુ ગયા વર્ષે જમ્મુમાં થયેલા આતંકવાદી હુમલા પછી, પ્રશ્ન ઉભો થવા લાગ્યો છે કે શું ટેકનોલોજી સૈનિકોની ખાલી જગ્યાને પૂરી કરી શકશે.

પૂર્વી લદ્દાખમાં LAC પર તણાવ વધ્યો ત્યારથી ત્યાં 50 હજાર સૈનિકો તહેનાત છે. ઘણા સૈનિકોને જમ્મુમાંથી ત્યાં મોકલવામાં આવ્યા હતા, જે સ્થળોએ સૈનિકોની સંખ્યા ઓછી કરવામાં આવી છે, ત્યાં આતંકવાદીઓને ફરીથી ઉગવાની તક મળી રહી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button