પવિત્ર યાત્રાધામ કેદારનાથ મંદિરના દ્વાર બંધ, આગામી છ મહિના માટે અહીં કરી શકાશે દર્શન

કેદારનાથઃ ઉત્તરાખંડમાં આવેલા કેદારનાથના દ્વાર આજથી બંધ કરી દેવામાં આવ્યાં છે. આ દરમિયાન કેદારનાથ ધામમાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ પણ જોવા મળી હતી. આજે ભાઈ દૂજના દિવસે સવારે 08:30 વાગ્યે આગામી છ મહિના માટે કેદારનાથ ધામના દ્વાર બંધ કરી દેવામાં આવ્યાં છે.
મોટી સંખ્યામાં આવેલા ભક્તો એ બાબા કેદારનાથના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. મંદિરના દ્વાર બંધ કરવામાં આવ્યાં તે દરમિયાન મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામી પણ હાજર રહ્યાં હતાં. કેદાનનાથ ધામ સાથે સાથે યમુનોત્રી ધામના દ્વાર પણ આજથી બંધ કરી દેવામાં આવ્યાં છે.
આપણ વાંચો: Good News: કેદારનાથની યાત્રા કરવાનું બનશે સરળ, 9 કલાકની મુસાફરી ફક્ત 36 મિનિટમાં થઈ શકશે…
હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડી
પવિત્ર યાત્રા ધામના દ્વાર બંધ કરવામાં આવ્યાં ત્યારે કેદારઘાટી હર હર મહાદેવ અને જય બાબા કેદારના નાદથી ગૂંજી ઊઠી હતી. હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડી હતી.
વિગતે વાત કરવામાં આવે તો, છ મહિના સુધી બાબા કેદારનાથની પૂજા તેમના શિયાળુ આસન, ઓમકારેશ્વર મંદિર, ઉખીમઠ ખાતે કરવામાં આવશે. દરવાજા બંધ થયા પછી ભગવાન શિવની ચાલતી પાલખી તેમના શિયાળુ આસન, ઓમકારેશ્વર મંદિર ઉખીમઠ માટે રવાના કરવામાં આવી હતી.
આપણ વાંચો:કેદારનાથ યાત્રાના નામે સાયબર ફ્રોડ કરનાર ચાર આરોપી ઝડપાયા
આગામી છ મહિના માટે મંદિરના કપાટ બંધ
યાત્રાના પહેલા દિવસે એટલે કે આજે આ ડોલી રામપુરમાં રાત્રિ રોકાણ કરશે. ત્યારબાદ 24 ઓક્ટોબરે ગુપ્તકાશી પહોંચશે. ત્રીજા દિવસે એટલે કે 25 ઓક્ટોબરે, ડોલી તેના શિયાળુ સ્થાન ઉખીમઠમાં ઓમકારેશ્વર મંદિરમાં પહોંચશે.
અહીં આગામી છ મહિના માટે બાબા કેદારનાથની પૂજા અને દર્શનની વ્યવસ્થા કરવામાં આવશે. અત્યારે ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા થતી હોવાના કારણે કપાટ બંધ કરવામાં આવતા હોય છે. દર વર્ષે આ સમયગાળા દરમિયાન ભક્તો માટે મંદિરના કપાટ છ મહિના માટે બંધ રાખવામાં આવતા હોય છે.
આપણ વાંચો: ઉત્તરાખંડમાં કેદારનાથ રોપ-વે માટે અદાણી ગ્રુપને કોન્ટ્રાક્ટ મળ્યો, મુસાફરીનો સમય ઘટશે…
ભક્તોની સંખ્યાએ નવા રેકોર્ડ બનાવ્યા
ભક્તોની ભક્તિની વાત કરવામાં આવે તો, કેદારનાથ અને બદ્રીનાથ મંદિરોમાં ઉમટતા ભક્તોની સંખ્યાએ નવા રેકોર્ડ બનાવ્યા છે. આ વર્ષે બુધવારે કેદારનાથ જનારા શ્રદ્ધાળુઓની સંખ્યા 16.56 લાખને વટાવી ગઈ હતી. એટલું જ નહીં પરંતુ બદ્રીનાથ ખાતે પણ 14.53 લાખ ભક્તોની સંખ્યા નોંધાઈ હતી. આ બન્ને એક રેકોર્ડ છે.
કારણ કે, ગત વર્ષે 2024માં યાત્રાકાળ દરમિયાન કેદારનાથ મંદિરે 146.52 લાખ શ્રદ્ધાળુઓ આવ્યાં હતા, જ્યારે બદરીનાથ ધામમાં 14.35 લાખ ભક્તો ઉમટ્યાં હતાં.