પતિ નાસ્તિક છે તો પત્નીએ છૂટાછેડા માટે કરી હાઈ કોર્ટમાં અરજી, જજે કહી આ વાત…

નૈનિતાલઃ ઉત્તરાખંડમાં એક ચોંકાવાની ઘટના પ્રકાશમાં આવી છે. ઉત્તરાખંડ હાઈ કોર્ટમાં એક મહિલાએ છૂટાછેડા માટે અરજી કરી છે, તેમાં કારણ પણ અજીબ છે. પતિ અને તેના પરિવારજનો હિંદૂ-રીતિ રિવાજોનું પાલન કરવા દેતા ના હોવાના કારણે મહિલાએ કોર્ટમાં અરજી કરીને છૂટાછેડાની માંગણી કરી છે.
મહિલાએ પહેલા નૈનીતાલ ફેમિલી કોર્ટમાં આ અરજી દાખલ કરી હતી પરંતુ ત્યારે કોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી. જેથી મહિલાએ હાવે હાઈ કોર્ટનો આસરો લીધો છે.
આપણ વાચો: બેંગલૂરુ ફાઈનલ નહીં જીતે તો છૂટાછેડા: આ મહિલા હવે ખૂબ મક્કમ છે!
હાઈ કોર્ટે દંપતીને કાઉન્સેલિંગ માટે મોકલ્યા
વધારે વિગતે વાત કરવામાં આવે તો, બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી ન્યાયાધીશ રવિન્દ્ર મૈથાણી અને ન્યાયાધીશ આલોક મહારાની ડિવિઝન બેન્ચે સમાધાનની શક્યતાઓ શોધવા માટે દંપતીને કાઉન્સેલિંગ માટે મોકલ્યા હતાં. આ મામલો અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
કારણે કે, પતિ અને તેનો પરિવાર નાસ્તિક હોવાના કારણે મહિલા હિંદૂ ધર્મના રીતિ રિવાજોનું પાલન કરી શકતી નહોતી તેના કારણે તેને છૂટાછેડા લેવા માટે કોર્ટનો સહારો લીધો છે. પરંતુ કોર્ડ દ્વારા હજી આ મામલે સમાધાન કરવા માટે સમય આપ્યો છે.
આપણ વાચો: છૂટાછેડા ન આપનારા પતિથી છુટકારો મેળવવા પત્નીએ તેને મારી નાખ્યો…
શું હતો સમગ્ર મામલો?
મહિલાનું કહેવું એવું છે કે, તેનો પતિ અને સાસરિયા પક્ષના લોકો સ્વયંભૂ સંત રામપાલના અનુયાયી છે, જેથી તેઓ હિંદૂ ધર્મના રીતિ-રિવાજોનું પાલન કરતા નથી. એટલું જ નહીં પરંતુ મહિલા પર પણ હિંદૂ ધર્મના રીતિ રિવાજોને છોડવા માટેનું દબાણ કરવામાં આવતું હોવાનો દાવો કરવામં આવ્યો છે.
એટલું જ નહીં પરંતુ મહિલાએ અરજીમાં એવો પણ દાવો કર્યો છે કે, તેના પતિના પરિવારના સભ્યોએ ઘરમાંથી તેનું મંદિર કાઢી નાખ્યું અને તેમાં રાખેલી દેવી-દેવતાઓની મૂર્તિઓને કપડામાં બાંધીને ઘરની બહાર રાખી દીધી. મહિલાએ અરજીમાં એમ પણ કહ્યું હતું તેના પતિએ તેમના પુત્રના નામકરણ વિધિ કરવાનો પણ ઇનકાર કર્યો હતો. જેથી મહિલા હવે તેના પતિ સાથે રહેવા માંગતી નથી.
 
 
 
 


