નેશનલ

Uttarakhand Forest fire: જંગલમાં આગ અને અધિકારીઓ ચૂંટણી ફરજ પર, સુપ્રીમ કોર્ટે ધામી સરકારની ઝાટકણી કાઢી

નવી દિલ્હી: ઉત્તરાખંડના જંગલોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભભૂકી રહેલી ભીષણ આગ(Uttarakhand Forest fire)નો મામલો સુપ્રીમ કોર્ટ(Supreme Court)માં પહોંચ્યો છે. આજે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને આકરા સવાલો પૂછી ઝાટકણી કાઢી હતી. બેન્ચે ઉત્તરાખંડ સરકારને પૂછ્યું કે જંગલોમાં આગ લાગી છે ત્યારે વન વિભાગના કર્મચારીઓને ચૂંટણી ફરજ પર કેમ મૂકવામાં આવ્યા?

જ્યારે ઉત્તરાખંડ સરકારે ફંડનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે કોર્ટે કેન્દ્રને પૂછ્યું કે જ્યારે રાજ્ય સરકારે આગને પહોંચી વળવા માટે 10 કરોડ રૂપિયા માંગ્યા ત્યારે માત્ર 3.15 કરોડ રૂપિયા શા માટે આપવામાં આવ્યા. કોર્ટે કહ્યું કે તમે અમને જે ચિત્ર બતાવ્યું, સ્થિતિ તેનાથી વધુ ભયાનક છે. ઉત્તરાખંડના જંગલોમાં 280 જગ્યાએ આગ લાગી છે.

કોર્ટે ઉત્તરાખંડ સરકારને પૂછ્યું કે તેઓ કુમાઉ રેજિમેન્ટ પાસેથી પાઠ કેમ નથી લેતા. વકીલે કહ્યું કે અડધા કર્મચારીઓ ચૂંટણી ફરજ પર છે. જેના પર કોર્ટે સવાલ પૂછ્યો હતો કે જંગલમાં આગ લાગી છે ત્યારે તમે વન વિભાગના કર્મચારીઓને ચૂંટણી ડ્યુટી પર કેમ મુક્યા છે. કોર્ટમાં હાજર વરિષ્ઠ અધિકારીએ કોર્ટને જણાવ્યું કે ચૂંટણીની ફરજ પૂરી થઈ ગઈ છે, મતદાન પ્રથમ તબક્કામાં હતું. મુખ્ય સચિવે અમને સૂચના આપી છે કે વન વિભાગના કોઈપણ અધિકારીને ચૂંટણી ફરજ પર ન મુકવામાં આવે.

આ પણ વાંચો : Aditya-L1 અને Chandrayaan-2 ઓર્બિટરે Solar Flaresની ઘટના કેપ્ચર કરી, જાણો આ ખગોળીય ઘટના વિષે

સરકારી વકીલે કહ્યું કે હવેથી અમે આદેશ પાછો ખેંચી લઈશું. તેના પર બેન્ચે સ્થિતિને દુઃખદ ગણાવી અને કહ્યું કે તમે માત્ર બહાના બનાવી રહ્યા છો.

અરજદાર રાજીવ દત્તાએ દલીલ કરી હતી કે કેટલાક લોકો જાણીજોઈને જંગલોમાં આગ લગાડે છે અને ઝાડમાંથી નીકળેલું રેઝિન વેચે છે. આ ધંધો પૂરજોશમાં છે. આગ લગાડવાના આરોપમાં જે લોકો પકડાયા છે તે માત્ર મોટા માફિયાઓના સાગરીતો જ છે.

જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ એસવીએન ભાટી અને જસ્ટિસ સંદીપ મહેતાની બેંચ સમક્ષ સુનાવણી દરમિયાન ઉત્તરાખંડ સરકારે કહ્યું કે અમે આગ ઓલવવામાં કામ કરી રહ્યા છીએ, નવ હજારથી વધુ કર્મચારીઓ આ કામમાં લાગેલા છે. અમે જંગલમાં આગ લગાડવાના 420 કેસ નોંધ્યા છે. મુખ્ય પ્રધાન દર બીજા દિવસે અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છે અને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છીએ.

આ પણ વાંચો : Manish Sisodiaની જ્યુડિશિયલ કસ્ટડી 30 મે સુધી વધી, દિલ્હીની કોર્ટેનો નિર્ણય

ઉત્તરાખંડ સરકારે કહ્યું કે કેન્દ્ર તરફથી હજુ સુધી ફંડ રીલીઝ કરવામાં આવ્યું નથી, અમે તેની રાહ જોઈ રહ્યા છીએ. કોર્ટ દ્વારા નિયુક્ત કરાયેલા એમિકસ ક્યુરી એડવોકેટ પરમેશ્વરે જણાવ્યું હતું કે, આ અંગે રાષ્ટ્રીય સ્તરે એકશન પ્લાન બનાવવામાં આવ્યો છે, પરંતુ જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તો પ્લાનનો શું ફાયદો. પર્યાપ્ત માનવ સંસાધન જરૂરી છે. ઉત્તરાખંડ સરકારે કહ્યું કે કેન્દ્રને સામેલ કરીને એક સમિતિની રચના કરવી જોઈએ.

રાજ્યએ દાવો કર્યો છે કે રાજ્યના કુલ ફોરેસ્ટ કવરના માત્ર 0.1 ટકા આગથી પ્રભાવિત થયો છે. રાજ્યએ એવો પણ દાવો કર્યો છે કે રાજ્યમાં જંગલમાં લાગેલી આગ કોઈ નવી ઘટના નથી, અને તેના માટે ટૂંકા અને લાંબા ગાળાની યોજનાઓ છે.

ઉત્તરાખંડના જંગલમાં લાગેલી આગમાં સત્તાવાર રીતે પાંચ લોકો મૃત્યુ પામ્યા છે. ગયા અઠવાડિયે અલમોરા જિલ્લામાં વાદળ ફાટવાને કારણે થોડીક આગ ઓલવાઈ ગઈ પછી થોડી રાહત મળી. દરમિયાન, પિથૌરાગઢ જિલ્લાના ગંગોલીહાટ ફોરેસ્ટ રેન્જમાં આગ લગાવવા બદલ ભારતીય વન અધિનિયમ હેઠળ પીયૂષ સિંહ, આયુષ સિંહ, રાહુલ સિંહ અને અંકિત નામના ચાર શખ્સો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે..

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…