
લખનઉ: ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં 236 કરોડ રૂપિયાના ખર્ચે રાજ્યનું ચોથું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર થશે. આ મુદ્દે આજે સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપવામાં આવી હતી.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઉત્તર પ્રદેશને ‘ઉત્તમ પ્રદેશ’ બનાવવા માટે પ્રતિબદ્ધ યોગી આદિત્યનાથની આગેવાની હેઠળની સરકારે હવે રાજ્યમાં ચોથા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમના નિર્માણ માટેની તૈયારીઓ તેજ કરી દીધી છે.
આપણ વાંચો: સમૃદ્ધિ મહામાર્ગ પર ભીવંડી નજીક આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ બનશે
આઇસીસી સહિત વિવિધ વૈશ્વિક સંસ્થાઓના ધોરણો અનુસાર અહીં બે માળનું સ્ટેડિયમ બનાવવામાં આવશે. તેમાં સાત મુખ્ય પીચ અને ચાર પ્રેક્ટિસ પીચ હશે અને તેની ક્ષમતા 30 હજાર દર્શકોની હશે.
હાલમાં રાજ્યના કાનપુર અને લખનઉના સ્ટેડિયમમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચોનું આયોજન કરવામાં આવે છે, જ્યારે વારાણસીમાં નિર્માણાધીન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ પણ ઝડપી ગતિએ પૂર્ણ થઈ રહ્યું છે.
મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના ‘ડ્રિમ પ્રોજેક્ટ્સ’ પૈકીના એક ગોરખપુર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમના નિર્માણ અને વિકાસ કાર્યને વાસ્તવિકતામાં લાવવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે.
આપણ વાંચો: અમદાવાદમાં આજે આઇપીએલની મેચ, ગરમીના પગલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉભી કરાઇ આ સુવિધા
આયોજન વિભાગ દ્વારા આ વિષય પર એક વિગતવાર બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે. એક્શન પ્લાન મુજબ, ગોરખપુરના તાલ નાદૂરમાં 50 એકર જમીન પર 236.40 કરોડ રૂપિયાના ખર્ચે બાંધકામ અને વિકાસ કાર્ય 18 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે.
ગોરખપુરમાં બનનારા આ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમનું મુખ્ય કેમ્પસ 45 એકરમાં બનાવવામાં આવશે જ્યારે અન્ય સુવિધાઓ પાંચ એકરમાં વિકસાવવામાં આવશે. આ સ્ટેડિયમ બહુહેતુક ઉપયોગ મોડ્યુલ પર બનાવવામાં આવશે, જેથી આંતરરાષ્ટ્રીય સ્તરની ક્રિકેટ મેચો ઉપરાંત અન્ય મોટા કાર્યક્રમોનું પણ અહીં આયોજન કરી શકાય.