આમચી મુંબઈમહારાષ્ટ્ર

સમૃદ્ધિ મહામાર્ગ પર ભીવંડી નજીક આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ બનશે

(અમારા પ્રતિનિધિ તરફથી)

એમસીએએ રસ દાખવ્યો, કેમ્પસ 50 એકરનું હશે
-એમએસઆરડીસી પાસેથી 99 વર્ષના લીઝ પર જમીન મળશે
-રજિસ્ટર્ડ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટને જ જમીન આપશે


મુંબઈ: મુંબઈ અને નાગપુર વચ્ચે બની રહેલા સમૃદ્ધિ એકસ્પેસવેથી મુસાફરી સરળ બનશે એટલું જ નહીં પણ ક્રિકેટ ખેલાડીઓને તૈયાર કરવામાં પણ મદદરૂપ થશે. પ્રોજેક્ટ તૈયાર થયા પછી મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમ (એમએમઆરડીસી) એ બાકીની વધારાની જમીન પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ અને કોચિંગ સેન્ટર બનાવવાનો નિર્ણય લીધો છે. નવા ખેલાડીઓ તૈયાર કરવા અને તેમને પ્રેક્ટિસ કરાવવા ઉપરાંત જરૂરિયાત મુજબ મેચો પણ યોજવામાં આવશે. મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને (એમસીએ)પણ એમએમઆરડીસીની આ યોજનાને પૂર્ણ કરવામાં રસ દાખવ્યો છે.

એમએમઆરડીસીના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર થાણે જિલ્લાના ભિવંડી તાલુકામાં ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાની યોજના છે. સ્ટેડિયમની સાથે 50 એકરના સંકુલમાં નવા ખેલાડીઓને તાલીમ આપવા માટે એક કોચિંગ સેન્ટર પણ હશે. રમતગમતની પ્રવૃત્તિઓ માટે કોર્પોરેશનની 50 એકર જમીન આપવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. જો કે આ જમીન રજીસ્ટર્ડ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટને જ આપવામાં આવશે. જમીનની માલિકી એમએમઆરડીસી પાસે રહેશે. રમતગમતને પ્રોત્સાહન આપવા માટે જમીન 99 વર્ષ માટે લીઝ પર આપવામાં આવશે. રમતગમતની પ્રવૃત્તિઓ માટે ભિવંડીમાં 50 એકર જમીન મેળવવા માટે કોઈપણ ટ્રસ્ટ પાંચ જાન્યુઆરી સુધીમાં એમએમઆરડીસીનો સંપર્ક કરી શકે છે.

યોજના કેવી રીતે બનાવવામાં આવી?
સમૃદ્ધિ મહામાર્ગ હેઠળ 701 કિલોમીટર લાંબો હાઇવે તૈયાર કરવામાં આવી રહ્યો છે. દેશના સૌથી હાઇ-ટેક હાઇવે અને નજીકમાં એક ઔદ્યોગિક કેન્દ્ર બનાવવા માટે વહીવટીતંત્ર દ્વારા હાઇવેની આસપાસની જમીન સંપાદિત કરવામાં આવી હતી. હાઈવે બનાવવાની કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. એમએસઆરડીસીએ હાઈવેના નિર્માણ માટે જરૂરી તમામ જમીનનો ઉપયોગ કરી લીધો છે. તે જ સમયે ભિવંડી જિલ્લામાં પહેલેથી જ ઘણા નાના અને મોટા ઉદ્યોગો છે. આ કારણોસર હાઇવે નજીક ભિવંડીમાં 50 એકર જમીનનો ઉપયોગ ઉદ્યોગોને બદલે રમતગમતને પ્રોત્સાહન આપવા માટેની તૈયારી છે. આ અંતર્ગત અહીં વર્લ્ડ ક્લાસ સ્ટેડિયમ બનાવવાની યોજના છે, જેથી કેમ્પસ સિવાય ભિવંડી અને આસપાસના ગ્રામીણ વિસ્તારોનો ઝડપથી વિકાસ થઈ શકે. આ ઉપરાંત યુવા ખેલાડીઓને પણ અહીં તાલીમ કેન્દ્ર હોવાનો લાભ મળશે અને તેઓને તેમની ક્ષમતા મુજબ તાલીમ આપી શકાશે. મુંબઈ-નાગપુર હાઈવે સાથેના જોડાણને કારણે દર્શકો પણ
સરળતાથી સ્ટેડિયમ સુધી પહોંચી શકશે.

એમએમઆર માં ચોથું સ્ટેડિયમ
એમએમઆરડીસીની યોજનાએ એમએમઆરમાં ચોથા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમના નિર્માણનો માર્ગ મોકળો કર્યો છે. હાલમાં મુંબઈમાં બે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ અને એક નવી મુંબઈમાં છે. ચર્ચગેટમાં વાનખેડે અને બ્રેબોર્ન સ્ટેડિયમ છે, જ્યારે નવી મુંબઈમાં ડી.વાય. પાટીલ ક્રિકેટ સ્ટેડિયમ છે. મુંબઈમાં યોજાતી લગભગ તમામ આંતરરાષ્ટ્રીય મેચો વાનખેડે સ્ટેડિયમમાં થાય છે. જો કે થાણે શહેરમાં દાદાજી કોડદેવ સ્ટેડિયમ છે, પરંતુ તાલીમ કેન્દ્રના અભાવને કારણે થાણે જિલ્લાના યુવાનોને તાલીમ માટે દૂર સુધી જવું પડ્યું. ભિવંડીમાં સ્ટેડિયમના નિર્માણ સાથે સ્થાનિક રમત પ્રતિભાઓ ઘરની નજીક તાલીમ મેળવી શકશે.

પ્રોજેક્ટની સ્થિતિ
મુંબઈ અને નાગપુર વચ્ચે 701 કિલોમીટર લાંબા સમૃદ્ધિ હાઈવેનું નિર્માણ કાર્ય અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે. 701 રૂટમાંથી 600 કિમી માર્ગો વાહનો માટે ખોલવામાં આવ્યા છે. નાગપુર અને ભરવીર વચ્ચેના ખુલ્લા હાઇવે પરથી દરરોજ 15થી 20 હજાર વાહનો પસાર થાય છે. હાઇવેના છેલ્લા તબક્કામાં નાસિક અને થાણે વચ્ચેના હાઇવેનું નિર્માણ કાર્ય તેજ ગતિએ ચાલી રહ્યું છે. જો કે આ તબક્કામાં પેકેજનું અમુક કામ હજી પૂર્ણ થયું નથી, જેના કારણે સમૃદ્ધિ મહામાર્ગ 2024માં જ સંપૂર્ણ રીતે કાર્યરત થશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress