ટ્રમ્પના ટેરિફથી મંદીના એંધાણઃ સર્વિસ સેક્ટરના વૃદ્ધિદરમાં આવ્યો અવરોધ….

નવી દિલ્હીઃ ભારતમાં અર્થવ્યવસ્થાની ગતિ વધારવા માટે અને વિકાસને વેગ આપવા માટે સરકાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. તેવામાં સેવા ક્ષેત્રમાં નિરાષાજનક સમાચાર મળી રહ્યાં છે.
જીએસટી સુધારા બાદ એવી આશા હતી કે ઘરેલું અને કારોબારી ક્ષેત્રમાં તેજી આવશે, પરંતુ આ સમયે સેવા ક્ષેત્રમાં આંકડો ચિંતાજનક રહ્યો છે. કારણે કે સર્વિસ ક્ષેત્રમાં વિકાસની ગતિ મંદ પડી રહી છે.
સેવા ક્ષેત્રમાં વ્યાપાર પ્રવૃત્તિ સૂચકાંક ઘટીને 60.9 પર આવ્યો
એચએસબીસી દ્વારા એક સર્વે કરવામાં આવ્યો છે. ભારત સર્વિસ પીએમઆઈ સર્વે પ્રમાણે વાત કરવામાં આવે તો સર્વિસ ક્ષેત્રમાં વ્યાપાર પ્રવૃત્તિ સૂચકાંક 2025માં ઘટીને 60.9 પોઈન્ટે રહ્યો છે. જે ખરેખર ચિંતાની વાત છે.
કારણ કે, આ વ્યાપાર પ્રવૃત્તિ સૂચકાંક 15 વર્ષ પહેલા 62.9 પર હતો. વધારે ચિંતાજનક વાત નથી. કારણ કે, અર્થશાસ્ત્ર પ્રમાણે આ સૂચકાંક 50 સુધી સ્થિર રહે તો તેનો અર્થ એ છે અર્થવ્યવસ્થા વિકાસ કરી રહી છે. પરંતુ 60.9 પર સૂચકાંકનું હોવું એ વિકાસમાં આવેલા અવરોધ દર્શાવે છે, જેના કારણે ભવિષ્યમાં અર્થતંત્રને નુકસાન પહોંચી શકે છે, જે મંદીના સૂચક પણ છે.
આપણ વાંચો: રાહુલ ગાંધીનો સરકાર પર આકરા પ્રહાર: ‘ટ્રમ્પ સાચા છે, ભારતીય અર્થવ્યવસ્થા મરી પરવારી છે’
માર્ચની સરખાણીમાં ખૂબ જ ધીમી ગતિએ વૃદ્ધિ નોંધાઈ
સેવા ક્ષેત્રમાં આવેલી મંદી મુખ્યત્વે નવા ઓર્ડર અને વ્યાપારિક પ્રવૃત્તિમાં મંદી તેમજ ભારતીય સેવાઓ માટેની આંતરરાષ્ટ્રીય માંગમાં જે ઘટાડો આવ્યો છે તે હોઈ શકે છે. સપ્ટેમ્બરમાં નાકાસમાં વધારો થયો છે, પરંતુ માર્ચની સરખાણીમાં ખૂબ જ ઓછી ગતિએ વૃદ્ધિ કરી છે.
આમાં એક કારણ એવું પણ છે માનવામાં આવી રહ્યું છે કે, અન્ય દેશોમાં ઓછી કિંમત પર સેવાઓ મળી રહી હોવાથી સ્પર્ધા વધી ગઈ છે અને ભારતના નિકાસદરમાં પણ તેની અસર થઈ છે.
આપણ વાંચો: ફોકસ: જો અર્થવ્યવસ્થા વધી રહી છે તો રોજગાર કેમ નથી વધી રહ્યા?
સપ્ટેમ્બરમાં સેવા ક્ષેત્રમાં ધીમી ગતિએ વૃદ્ધિ થઈ
ભારત સેવા પીએમઆઈ સર્વેની વધારે વિસ્તારથી વાત કરવામાં આવે તો, આ સર્વેમાં ઉત્પાદન અને સેવા બન્નેનો વિસ્તારથી અભ્યાસ કરવામાં આવ્યો છે. જે સૂચકાંક ઓગસ્ટમાં 63.2 પર હતો તે સપ્ટેમ્બરમાં ઘટીને 61.0 પર આવી ગયો છે.
તેનો અર્થ એ થયો કે, જૂન બાદ આમાં ખૂબ જ ધીમી ગતિએ વૃદ્ધિ થઈ છે, એટલસે કે કમજોર વૃદ્ધિદર સાબિત થયો કહેવાય. સુચકાંક 50 થી ઉપર રહે તો અર્થવ્યવસ્થા સ્થિર કહેવા અને જો 50 થી નીચે જાય તે અર્થવ્યવસ્થા માટે ખતરો સાબિત થઈ શકે છે.
ભારતની અર્થવ્યવસ્થા હજી પણ મબજૂત છે
મહત્વની વાત એ પણ છે કે, ભલે અત્યારે સેવા ક્ષેત્રો પર દબાવ છે પરંતુ ભારતની અર્થવ્યવસ્થા હજી પણ મબજૂત છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. આ સાથે અમેરિકાના ટેરિફ સામે પણ ભારતની અર્થવ્યવસ્થા સ્થિર રહી છે, જે ભારતીય અર્થતંત્રની મજબૂતીનું પ્રમાણ છે. ભારત અત્યારે અર્થવ્યવસ્થાને વધારે મજબૂત કરવા માટે અનેક વિકલ્પો શોધવા માટે પ્રયત્ન પણ કરી રહ્યું છે.