'ભારત પાકિસ્તાનથી ઓઈલ ખરીદશે' ટ્રમ્પે પાકિસ્તાન સાથે ઓઈલ ડીલ કરી ભારતને વધુ એક ઝટકો આપ્યો | મુંબઈ સમાચાર

‘ભારત પાકિસ્તાનથી ઓઈલ ખરીદશે’ ટ્રમ્પે પાકિસ્તાન સાથે ઓઈલ ડીલ કરી ભારતને વધુ એક ઝટકો આપ્યો

નવી દિલ્હી: યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાલ ચર્ચાના કેન્દ્ર છે કેમ કે તેમણે ટેરીફ પર આપલી વચગાળાની રાહત આજે પૂરી થઇ રહી છે. આવતી કાલે 1લી ઓગસ્ટથી ઘણાં દેશો પર ટેરીફ લાગુ થઇ જશે, ભારત પર પણ 25 ટકા ટેરીફ લાગુ થવાની શક્યતા છે. એવામાં ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન સાથે ઓઈલ ડીલ કરીને ભારતને વધુ મોટો ઝટકો (Trump oil deal with Pakistan) આપ્યો છે. ટ્રમ્પે એવું પણ કહ્યું કે ભવિષ્યમાં ભારત પાકિસ્તાન પાસેથી ઓઈલ ખરીદી શકે છે.

ડોનાલ્ડ ટ્રમ્પે એક નિવેદનમાં કહ્યું કે યુનાઇટેડ સ્ટેટ્સે પાકિસ્તાન સાથે વિશાળ ઓઈલ રીઝર્વ વિકસાવવામાં મદદ કરવા માટે એક કરાર કર્યો છે, જોકે આ પાર્ટનરશીપનું નેતૃત્વ કઈ કંપની કરશે એ હજુ સુધી નક્કી કરવમાં આવ્યું નથી. ભવિષ્યમાં ભારત પણ ત્યાંથી ઓઈલ ખરીદશે.

નોંધનીય છે ભારત અને પાકિસ્તાનના સંબંધોએ ઈતિહાસમાં સૌથી ખરાબ સ્તરે પહોંચ્યા છે, ભારત પાકિસ્તાન સાથેના તામામ પ્રકારના વાપારનો બહિસ્કાર કરી રહ્યું છે. ત્યારે ‘ભારત પાકિસ્તાન પાસેથી ઓઈલ ખરીદેશે’ એવું કહેતા ભારત સરકાર વાંધો ઉઠાવી શકે છે.

આપણ વાંચો:  ટેરિફ મામલે ભારતના કડક વલણ સામે ટ્રમ્પનો યૂ-ટર્ન! વાટાઘાટ તરફ વળ્યું અમેરિકા…

ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ કરીને પાકિસ્તાન સાથે આ ઓઈલ ડીલની જાહેરાત જાહેરાત કરી હતી. બુધવારે ટ્રમ્પે ભારત પર 25% ટેરિફની પણ જાહેરાત કરી હતી, આ સાથે એમ પણ કહ્યું હતું કે જો ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદશે તો અનિશ્ચિત દંડની ફટકારવામાં આવશે. ટ્રમ્પના આ વલણને કારણે ભારતના વિદેશ વેપારને મોટો ફટકો પડે એવી શકયતા છે.

ડોનાલ્ડ ટ્રમ્પ ભારતને સતત મિત્ર દેશ ગણાવી રહ્યા છે, પણ સાથે સાથે ભારતને નુકશાન પહોંચાડતા નિર્ણયો લઇ રહ્યા છે. પાકિસ્તાન સાથે ઓઈલ ડીલ અંગે ભારત સરકાર કેવી પ્રતિક્રિયા આપે છે એ જોવું રહ્યું.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button