અમેરિકાનો ભારત પર 25 ટકા ટેરિફ, ટ્રમ્પની જાહેરાત

નવી દિલ્હી/વોશિંગ્ટનઃ ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થઈ ગઈ છે, જે અન્વયે અમેરિકાએ ભારત પર 25 ટકા ટેરિફ લાદી છે. આ અંગે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે જાહેરાત કરી છે. ભારતને રશિયા સાથેની દોસ્તી નિભાવવાનું મોંઘું પડ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું.
અમેરિકન રાષ્ટ્રપતિએ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની આયાત કરવાને કારણે ભારત પર 25 ટકા ટેરિફ અને દંડ લાદ્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત માટે ધમકીભરી ભાષાનો પણ ઉપયોગ કર્યો હોવાનું કહેવાય છે.
આપણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, અમેરિકા ભારત પર લગાવી શકે છે 20 થી 25 ટેરિફ…
ટ્રેડ ડ્રીલ લઈને ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી વાતચીત ચાલી રહી હતી, ત્યારે હવે ખૂદ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા એક્સ પર જાણકારી આપી છે.
ચાલુ નાણાકીય વર્ષ એપ્રિલથી જૂનના ત્રિમાસિકગાળામાં અમેરિકાએ ભારતની નિકાસ 22.8 ટકા વધીને 25.51 અબજ ડોલર થઈ હતી, જ્યારે આયાત 11.68 ટકા વધીને 12.86 અબજ ડોલર થઈ હતી.