અમેરિકા માટે ભારત સાથેના સંબંધો મહત્વપૂર્ણ, પીએમ મોદીને મળ્યા બાદ રાજદૂત સર્જિયોએ કરી એક્સ પોસ્ટ...
નેશનલ

અમેરિકા માટે ભારત સાથેના સંબંધો મહત્વપૂર્ણ, પીએમ મોદીને મળ્યા બાદ રાજદૂત સર્જિયોએ કરી એક્સ પોસ્ટ…

નવી દિલ્હીઃ અમેરિકાએ ભારતમાં પોતાના રાજદૂત તરીકે સર્જિયોની નિમણૂક કરી છે. સોમવારે તેઓ સત્તાવાર રીતે પોતાની જવાબદારી સંભાળશે. મળતી વિગતો પ્રમાણે જવાબદારી સંભાળે તે પહેલા સર્જિયોએ આજે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન સર્જિયાએ ભારતના અને પીએમ મોદીના ખૂબ જ વખાણ કર્યાં હતા. એટલું જ નહીં પરંતુ અમેરિકા અને ભારત બન્ને સારા મિત્રો છે તેવી વાત પણ દોહરાવી હતી.

ભારત-અમેરિકા સંબંધોમાં તણાવ વચ્ચે સર્જિયોએ શું કહ્યું?

પીએમ મોદી સાથેની મુલાકાત દરમિયાન સર્જિયોએ વધુમાં કહ્યું કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વડાપ્રધાન મોદીને પોતાના મહાન અને વ્યક્તિગત મિત્ર માને છે. અને અમેરિકા ભારત સાથેના પોતાના સંબંધોને વધારે મહત્વ આપે છે. ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ભારતીય આયાત પર 50 ટકા ટેરિફ લાદવાના કારણે ભારત-અમેરિકા સંબંધોમાં તણાવ વચ્ચે સર્જિયો ગોરની ટિપ્પણી આવી છે. તેના કારણે આ ટિપ્પણી ચર્ચાનો વિષય બની છે. કારણ કે, એક બાજુ અમેરિકા ટેરિફ લગાવી રહ્યું છે અને બીજી બાજું મિત્રતાની વાતો પણ કરે છે.

https://twitter.com/SergioGor/status/1977022533057888452

વધારે વિગતે વાત કરવામાં આવે તો સર્જિયો ગોરે એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, વડા પ્રધાન મોદી સાથેની મારી મુલાકાત અદ્ભૂત રહી, અમે ડિફેન્સ, ટ્રેડ અને ટેક્નોલોજી સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. ખાસ કરીને ખનિજોના મહત્વ પર અમારી ચર્ચા વધારે ચાલી હતી’. પોતાના નિયુક્તિ પહેલા સર્જિયો ગોર છ દિવસ માટે નવી દિલ્હીની યાત્રા પર છે.

https://twitter.com/narendramodi/status/1977011830372597954

પીએમ મોદીએ પણ આ મુલાકાત અંગે એક્સ પર પોસ્ટ કરીને જાણકારી આપી છે. એક્સ પોસ્ટ કરતા પીએમ મોદીએ લખ્યું કે, ‘ભારતમાં અમેરિકાાન રાજદૂત સર્જિયો ગોરનું સ્વાગત કરતા ખૂશી થઈ રહી છે. મને વિશ્વાસ છે કે, તેમનો કાર્યકાળ ભારત અને અમેરિકાના સંબંધોને હજી વધારે મજબૂત કરશે’.

અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરને મળીને આનંદ થયોઃ એસ જયશંકર

સર્જિયો ગોરે આ પહેલા ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર સાથે પણ ખાસ બેઠક કરી હતી. એક્સ પર પોસ્ટ કરતી એસ જયશંકરે લખ્યું કે, આજે નવી દિલ્હીમાં ભારતમાં યુનાઇટેડ સ્ટેટ્સના નિયુક્ત રાજદૂત સર્જિયો ગોરને મળીને આનંદ થયો. તેમની સાથે ભારત અને અમેરિકાના સંબંધો અને તેના વૈશ્વિક મહત્વ પર ચર્ચા થઈ હતી. હું તેમને આ નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવું છું.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button