
UPI transaction new limit: ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની તારીખને હવે માત્ર અગિયાર દિવસ બાકી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને ભારતીય રાષ્ટ્રીય ચૂકવણી નિગમ(NPCI) દ્વારા કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. NPCI દ્વારા UPI ટ્રાન્ઝેક્શનની લિમિટ વધારી દેવામાં આવી છે.
10 લાખ સુધી કરી શકાશે UPI ટ્રાન્ઝેક્શન
NPCIએ વિશેષ રૂપે મૂડી બજાર અને વીમા માટે 24 કલાક માટે એક ટ્રાન્ઝેક્શન અને કુલ ટ્રાન્ઝેક્શનની મર્યાદા વધારી દીધી છે. તેના પહેલા, જો કોઈ શેર બજારમાં રોકાણ કરવા ઈચ્છે છે અથવા પોતાના વીમા પ્રીમિયમની ચૂકવણી કરવા ઈચ્છે છે, તો તે પ્રતિ ટ્રાન્ઝેક્શન 2 લાખ રૂપિયા સુધીની ચૂકવણી કરી શકે છે.
તમે મૂડી બજાર અથવા વીમા માટે ચકાસાયેલા વેપારીઓ પ્રતિ ટ્રાન્ઝેક્શન 5 લાખ રૂપિયા સુધીની ચૂકવણી કરી શકશો. ધ્યાન રાખો કે, યુપીઆઈના માધ્યમથી આઈપીઓ હરાજી લગાવવાની પ્રતિ ટ્રાન્ઝેક્શનની મર્યાદા 5 લાખ રૂપિયા સુધી રહે છે અને તે મૂડી બજારથી સંબંધીત લેવડ-દેવડના ક્ષેત્રમાં આવતી નથી.
વેપારી સાથે કરી શકાશે 10 લાખ સુધી ટ્રાન્ઝેક્શન
2020માં એનસીપીઆઈ પરિપત્ર અનુસાર, મૂડી બજાર શ્રેણઈ હેઠળ કરવામાં આવેલી લેવડ-દેવડમાં એએમસી, બ્રોકિંગ હાઉસ, મ્યુચ્યુઅલ ફંડ અને આ પ્રકારની સંસ્થાઓ સાથે કરવામાં આવેલી લેવડ-દેવડને સામેલ કરવામાં આવી છે. આ રીતે, સરકારી ઈ-માર્કેટ પ્લેસ(ઈએમડી ચૂકવણી) અથવા વેપારી શ્રેણી કોડ(એમસીસી) 9311, આવક વેરા ચૂકવણી સાથે સંબંધીત છે. જેની મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન કરી દેવામાં આવી છે.
હવે કોઈપણ વ્યક્તિ આ શ્રેણીના વેરિફાઈડ વેપારીઓ સાથે 24 કલાકમાં 10 લાખ રૂપિયા સુધીનું ટ્રાન્ઝેક્શન કરી શકે છે. ક્રેડીટ કાર્ડની ચૂકણવીની મર્યાદા પણ પ્રતિ ટ્રાન્ઝેક્શન 2 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. તેથી 25 કલાકના ટ્રાન્ઝેક્શનની મર્યાદા વધારીને 6 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, NPCI એ સભ્ય બેંકોને તેની ચોક્કસ નીતિઓ અનુસાર પોતાની આંતરિક મર્યાદા નક્કી કરવાની છૂટ પણ આપી છે. આ મર્યાદાઓ ફક્ત ચકાસાયેલ વેપારીઓ સાથે P2M (વ્યક્તિથી વેપારી)ના ટ્રાન્ઝેકનશ પર લાગુ પડશે. P2P (વ્યક્તિથી વ્યક્તિ)ના ટ્રાન્ઝેક્શન માટેની મર્યાદા પ્રતિ દિવસ રૂ. 1 લાખ સુધી યથાવત રહેશે. જોકે, NPCI દ્વારા નક્કી કરવામાં આવેલ ટ્રાન્ઝેકશનની નવી લિમિટ 15 સપ્ટેમ્બર, 2025થી અમલમાં મૂકવામાં આવશે.
આપણ વાંચો: 40% GST છતા લક્ઝરી કાર સસ્તી! આ રહ્યું કારણ, ₹1 લાખ સુધીની બચત થશે