આમ્રપાલી એક્સપ્રેસમાં ટ્રેન આતંકવાદીઓ હોવાના શંકાએ સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ, તપાસ કરી તો… | મુંબઈ સમાચાર
નેશનલ

આમ્રપાલી એક્સપ્રેસમાં ટ્રેન આતંકવાદીઓ હોવાના શંકાએ સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ, તપાસ કરી તો…

બસ્તી, ઉત્તર પ્રદેશઃ નેપાળ થઈને બિહારમાં ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓ ઘૂસ્યાં હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. આ આંતકવાદીઓ આમ્રપાલી એક્સપ્રેસમાં મુસાફરી કરી રહ્યા હોવાની માહિતી મળતાં ટ્રેનમાં હોબાળો મચી ગયો હતો. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે બસ્તી ખાતે ટ્રેનને રોકી દેવામાં આવી હતી અને તમામ ડબ્બાઓમાં સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી. મળતી વિગતો પ્રમાણે જે ​​વ્યક્તિ પર શંકા હતી કે આ આતંકવાદી છે તે વ્યક્તિ અગ્નિવીર હોવાનું જાણવા મળ્યું હતું.

એક મહિલાએ સોશિયલ મીડિયામાં કરી હતી પોસ્ટ

આમ્રપાલી એક્સપ્રેસમાં મુસાફરી કરતી એક મહિલાએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી હતી, જે આતંકવાદીઓને સ્કેચ જાહેર કરવામાં આવ્યાં છે. તે આ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યાં છે. આ માહિતી મળતી તેની સાથે જ આમ્રપાલી એક્સપ્રેસ ટ્રેનને બસ્તી ખાતે રોકી દેવામાં આવી અને તપાસ શરૂ કરવામાં આવી હતી. પરંતુ માહિતી ખોટી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. તેના પર શંકા હતા તે વ્યક્તિનું નામ દીપક કુમાર ઝા છે. દીપક કુમાર બિહારના અરરિયા જિલ્લાના ચકલા ગામનો રહેવાશી છે.

પઠાણકોટમાં અગ્નિવીર જીડી તરીકે પોસ્ટેડ છે દીપક કુમાર

મહત્વની વાત એ છે કે, દીપક કુમાર અગ્નિવીરમાં ભરતી થયેલો છે. આ મામલે દીપક કુમારે જણાવ્યું કે, તે પઠાણકોટમાં ગાર્ડ મૃતાલના 19 ગાર્ડ બટાલિયન બ્રિગેડમાં અગ્નિવીર જીડી તરીકે પોસ્ટેડ છે. તે કટારિયાથી જલંધર જતી ટ્રેન નંબર 15707 આમ્રપાલી એક્સપ્રેસના બોગી નંબર S-01 માં સીટ નંબર 54 પર મુસાફરી કરી રહ્યો હતો. જો કે, શંકા હોવાના કારણે જીઆરીએ દીપક કુમારના કેપ્ટનને ફોન કરીને માહિતી મેળવી અને તે અગ્નિવીર સૈનિક હોવાની પુષ્ટિ કરી હતી.

RPF અને GRPએ આ મામલે વધુ તપાસ હાથ ધરી

વધારે વિગતે વાત કરવામાં આવે તો, RPF અને GRP દ્વારા આ સમગ્ર મામલે સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. બે દિવસ પહેલા નેપાળ થઈને બિહારમાં ઘૂસેલા ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓના ગુપ્તચર અહેવાલ બાદ સુરક્ષા એજન્સીઓ ખૂબ જ સતર્ક છે. ત્રણેય આતંકવાદીઓના સ્કેચ જાહેર કરવામાં આવ્યા છે. તે આંતકવાદીઓને શોધવા માટે સુરક્ષા એજન્સી દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button