મેટ્રોમાં કાકાએ કર્યું આ કારસ્તાન, વીડિયો વાઈરલ
નવી દિલ્હીઃ દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરનારા પ્રવાસીઓની સંખ્યામાં તો વધારો થવાથી પ્રશાસન ખુશ છે, પરંતુ વધતી જતી નેગેટિવ પબ્લિસિટીને કારણે તોબા પોકારી ગયું છે. તાજેતરમાં એક કપલે કિસ કરીને મેટ્રો ચર્ચામાં આવ્યા પછી એક કાકાએ બીડી પીવાનો વીડિયો વાઈરલ થયો છે. એક વૃદ્ધ કાકાએ મેટ્રો ટ્રેનમાં બીડી પીતા જોવા મળ્યા હતા, ત્યારબાદ એક પ્રવાસીએ તેમને રોકયા પછી ફર્શ પર સળગતી દિવાસળી ફેંકી દીધી હતી.
સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયો દિલ્હી મેટ્રનો છે. આ મુદ્દે દિલ્હી મેટ્રોએ એક નિવેદન બહાર પાડી જણાવ્યું છે કે જો કોઈ પ્રવાસીની વિવાદાસ્પદ યા વાંધાજનક હરકત જણાય તો ફ્લાઈંગ સ્કવોડ મારફત તપાસ કરીએ છીએ.
અમે પ્રવાસીઓને ખાસ કરીને અપીલ કરીએ છે કે આ મુદ્દે તમને કોઈ જાણ થાય તો તાત્કાલિક અમને જાણ કરવામાં આવે, જેથી અમે તાત્કાલિક કાર્યવાહી કરી શકીએ. દિલ્હી મેટ્રોએ જણાવ્યું છે કે સોશિયલ મીડિયાનો ઉપયોગ જાહેર શિષ્ટાચાર સહિત ઘણા મુદ્દાઓ પર લોકોને જાગૃત કરવા માટે પણ કરવામાં આવે છે.
કાકાએ મેટ્રોમાં બીડી પીધા પછી લોકોએ અલગ અલગ પ્રકારના તર્ક વિતર્ક કરી રહ્યા છે, જ્યારે મેટ્રોમાં સ્મોકિંગ કરી શકાય એવા સવાલ મુદ્દે પ્રશાસને કહ્યું હતું કે દિલ્હી મેટ્રોમાં મુસાફરી દરમિયાન સિગારેટ-બીડી અથવા માચિસ-લાઈટર લઈ જવામાં પ્રતિબંધ નથી, પરંતુ મેટ્રો સ્ટેશન અને મેટ્રોમાં સ્મોકિંગ માટે પ્રતિબંધ છે.
Delhi Metro: A video of an elderly smoking Veed goes viral. #delhimetro pic.twitter.com/PyoG69xq4z
— Rohit Sindhu ⚕️ (@RohitSindhu13) September 25, 2023
આમ છતાં પ્રવાસી પોતાની પાસે સિગારેટનું પેકેટ અને લાઈટર અથવા માચિસ લઈ જઈ શકે છે. દિલ્હી મેટ્રોની ગાઈડલાઈન્સ અનુસાર મેટ્રો સ્ટેશન અને મેટ્રોમાં સ્મોકિંગ કરી શકાય નહીં. એમ કરવામાં ગુનો બને છે. જો સિગારેટ યા બીડી પીતા પકડાઈ જાય તો 200 રુપિયાનો દંડ થઈ શકે છે.
ઉલ્લેખનીય છે દિલ્હી મેટ્રોએ આ વર્ષે જૂન મહિનામાં પોતાની પોલિસીમાં ફેરફાર કર્યો છે, ત્યારબાદ હવે મેટ્રોમાં બે પેકિંગ કરેલી દારુની બોટલ લઈ જઈ શકાય છે. જોકે, ટ્રેનમાં દારુ પીવા પર પ્રતિબંધ છે. દિલ્હી મેટ્રોમાં દારુ પીવા પર પણ પ્રતિબંધ છે, જ્યારે જો કોઈ વ્યક્તિ તેમ કરતા પકડાય તો તેની પાસેથી 200 રુપિયાનો દંડ લેવા સાથે તેને મેટ્રોમાંથી ઉતારી નાખવાનો નિયમ છે.