વિજય માલ્યા જેવા ભાગેડુઓને ભારત લાવવા સરળ બનશે! યુકે સરકારે લીધો મોટો નિર્ણય

લંડન: ભારતમાં ભાગેડુ જાહેર કરાયેલા વિજય માલ્યા અને લલિત મોદી જેવા આરોપીઓ હાલ યુનાઇટેડ કિંગડમાં આશ્રય લઇ રહ્યા છે. ભારત સરકાર તેમને પરત લાવવા માટે પ્રયાસ કરી રહી છે. એવામાં યુએકે સરકારે એક મહત્વની યોજના શરુ કરી છે, જેને કારણે યુકેમાં વસતા ભાગેડુઓને ડિપોર્ટ કરવામાં સરળતા રહેશે. આ યોજના હેઠળ ભારતનું નામ સામેલ કરવામાં આવ્યું છે.
યુકેએ ‘ડિપોર્ટ નાઉ, અપીલ લેટર’ સ્કિમ શરુ કરી છે, જેના માટે 23 દેશોની યાદી બનાવવામાં આવી છે જેમાં ભારતનો સમાવેશ થાય છે. આ યાદીમાં સામે હોય એવા દેશના ભાગેડુ આરોપીને યુકેમાં દોષિત ઠરતા દેશનિકાલ કરવામાં આવશે, અને ગુનેગારની કોઈપણ અપીલની સુનાવણી તેના વતનમાંથી વિડિઓ ટેકનોલોજી દ્વારા કરવામાં આવશે.
કેમ શરુ કરવામાં આવી આ યોજના?
અગાઉ આ યાદીમાં 8 દેશોનો સમાવેશ થતો હતો હવે આ યાદીમાં વધુ દેશો ઉમેરવામાં આવ્યા છે. યુકેના ગૃહ કાર્યાલયે રવિવારે જાહેરાત કરી હતી કે આ યોજનાનો વ્યાપ લગભગ ત્રણ ગણો કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળના દેશોની સંખ્યા આઠથી વધારીને 23 કરવામાં આવી છે. આ પગલું વધતા ઈમિગ્રેશન રોકવા અને ગુનેગારોને ડિપોર્ટ કરવામાં થતો વિલંબ ઘટાડવા માટે ભરવામાં આવ્યું છે.
યુકેના દેશના ગૃહ સચિવ યવેટ કૂપરે આ યોજના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, “ઘણા લાંબા સમયથી, વિદેશી ગુનેગારો આપણી ઇમિગ્રેશન સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યા છે, મહિનાઓ કે વર્ષો સુધી યુકેમાં રહીને તેમની અપીલો લંબાયા કરે છે. તેનો અંત આવવો જ જોઇએ.”
આ પણ વાંચો…વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બ્રિટન મુલાકાત; આજે ભારત અને યુકે વચ્ચે થશે FTA ડીલ, જાણો શું થશે સસ્તું?