નેશનલ

Tulsi Gabbard એ કહ્યું પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ સમાન ઉદ્દેશો પર કાર્યરત

નવી દિલ્હી : અમેરિકાની ગુપ્તચર એજન્સીના (US Intelligence)ડિરેકટર તુલસી ગબાર્ડ(Tulsi Gabbard) હાલ ભારતની મુલાકાતે છે. તુલસી ગબાર્ડ રાયસીના ડાયલોગમાં સામેલ થવા ભારત આવ્યા છે. આ પૂર્વે તેમણે એક ઇન્ટરવ્યુમાં ભારત-અમેરિકા સંબંધોથી લઈને ટેરિફ સહિતના મુદ્દે ખુલીને વાત કરી હતી.

ભારત પાસે આર્થિક સંબંધોને મજબૂત બનાવવા તક

તુલસી ગબાર્ડે કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં મે ભારતીય સરકારી અધિકારીઓ પાસેથી જે સાંભળ્યું છે તે દર્શાવે છે કે ભારત પાસે આર્થિક સંબંધોને મજબૂત બનાવવા તક છે. મને તેની ખુશી છે.

આપણ વાંચો: યુએસ નેશનલ ઈન્ટેલિજન્સનાં ડાયરેક્ટર તુલસી ગબાર્ડ પણ ભારતની મુલાકાત કરશે…

તેમજ જ્યાં સુધી ટેરિફનો સવાલ છે તેને નકારાત્મક રીતે જોવાને બદલે વધુ સકારાત્મક રીતે જોવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે તેમાં કોઈ શંકાને સ્થાન નથી કે ભારતના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી અર્થતંત્રના શ્રેષ્ઠ હિત અને લોકોને ઉપલબ્ધ તકોનું ધ્યાન રાખી રહ્યા છે. તેવી જ રીતે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પણ અમેરિકાના આર્થિક હિતો અને દેશના લોકોના હિતોનું ધ્યાન રાખી રહ્યા છે.

પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક સારા ઉકેલ તરફ આગળ

તેમણે કહ્યું કે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક સારા ઉકેલ તરફ આગળ વધી રહ્યા છે. બંને દેશોના નેતાઓ પાસે સામાન્ય સમજ છે અને તેઓ વધુ સારા ઉકેલો શોધી રહ્યા છે. બંને દેશો વચ્ચે ટેરિફ અંગે ઉચ્ચ સ્તરે વાતચીત ચાલી રહી છે. હું અંગત રીતે ભારત આવવા માટે ઉત્સાહિત છું.

આપણ વાંચો: ટ્રમ્પ 2.0માં તુલસી ગબાર્ડ બન્યા નેશનલ ઈન્ટેલિજન્સ ડાયરેક્ટર

રાયસીના ડાયલોગની શરૂઆત વર્ષ 2016માં થઈ હતી

રાયસીના ડાયલોગ વર્ષ 2016 માં શરૂ થયો હતો. તેની શરૂઆત શાંગરી-લા સંવાદની જેમ કરવામાં આવી હતી. શાંગરી-લામાં સંરક્ષણ પ્રધાનોનું સંમેલન થાય છે જ્યારે રાયસીનામાં વિવિધ દેશોના વિદેશ પ્રધાનો મળે છે.

આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા

તેનું આયોજન વિદેશ મંત્રાલય અને થિંક ટેન્ક ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન(ORF)દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવે છે. વિદેશ મંત્રાલયનું કાર્યાલય રાયસીના હિલ્સ પર આવેલું હોવાથી તેને રાયસીના સંવાદ કહેવામાં આવે છે.

તે દર વર્ષે આયોજિત થાય છે. ‘રાયસીના સંવાદ’ દ્વારા, ભારત વિશ્વભરના નેતાઓ અને નીતિ નિર્માતાઓને એક પ્લેટફોર્મ પૂરું પાડે છે જ્યાં તેઓ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરી શકે છે.

રાયસીના ડાયલોગમાં 20 વિદેશ મંત્રીઓ

આ વખતે રાયસીના સંવાદનો વિષય ” કાલચક્ર પીપુલ, પીસ એન્ડ પ્લેનેટ” છે. રાયસીના ડાયલોગમાં ભાગ લઈ રહેલા 20 વિદેશ મંત્રીઓમાંથી 11 યુરોપના છે. જેમાં યુક્રેનના વિદેશ મંત્રી એન્ડ્રી સિબિહાનું નામ પણ સામેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button