ટ્રમ્પે મોદીની રાજકીય કારકિર્દી બરબાદ કરવાની ધમકી આપી? પાકિસ્તાનને કેમ ખોળે બેસાડ્યું? | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલનેશનલ

ટ્રમ્પે મોદીની રાજકીય કારકિર્દી બરબાદ કરવાની ધમકી આપી? પાકિસ્તાનને કેમ ખોળે બેસાડ્યું?

નવી દિલ્હી: બીજી વાર યુએસ રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા પાસેથી પેટ્રોલીયમ ન ખરીદવા ભારત પર સતત દબાણ કરી રહ્યા છે, ભારત પર વધારાના ટેરીફ લાદ્યા બાદ યુએસ વધુ પ્રતિબંધો પણ લાગુ કરી શકે છે. એવામાં ટ્રમ્પ ભારત અંગે સતત ચેતવણી ભર્યા નિવેદનો આપી રહ્યા છે. ગઈ કાલે તેમણે એવું કહ્યું હતું કે વડાપ્રધાન મોદી રશિયા પાસે પેટ્રોલીયમ ન ખરીદવા સહમત થયા છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે હું તેમની (મોદીની) રાજકીય કારકિર્દી બદબાદ કરવા નથી ઈચ્છતો.

ભારત સરકારે સ્પષ્ટ પણે કહ્યું છે કે ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી વચ્ચે ફોન પર આવી કોઈ વાતચીત નથી થઇ. ભારતના વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું કે ભારત સ્વતંત્રપણે લેવા સક્ષમ છે.

પાકિસ્તાનને સમર્થન કેમ?

નોંધનીય છે ટ્રમ્પ પોતાનાને નોબેલ શાંતિ પુરસ્કારના દાવેદાર ગણાવતા આવ્યા છે, તેઓ સતત દાવો કરી રહ્યા છે કે ટેરીફ લાદીને તેમણે ભારત-પાકિસ્તાન સંઘર્ષ સહીત દુનિયામાં સાત યુદ્ધો રોક્યા, જો કે તેમને નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો ન હતો. પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ યુએસ મુલાકાતે ગયા હતાં, તેમણે ટ્રમ્પની શાંતિ પુરષ્કાર માટેની દાવેદારીને સમર્થન આપ્યું હતું. યુએસ-પાકિસ્તાન વચ્ચે ડિફેન્સડીલ પણ થઇ હતી.

તાજેતરમાં ઇજિપ્તમાં ગાઝા પીસ સમિટમાં વૈશ્વિક નેતાઓની હાજરીમાં ટ્રમ્પે પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફને મંચ પર બોલાવ્યા. શહબાઝ શરીફે ટ્રમ્પના ખૂબ વખાણ કર્યા અને ગાઝા યુદ્ધ રોકવા માટે ટ્રમ્પને શ્રેય આપ્યો. ટ્રમ્પે શહબાઝ શરીફનો આભાર માન્યો.

એવામાં સ્પષ્ટ જણાઈ રહ્યું છે કે ભારત અને પાકિસ્તાનન માંથી ટ્રમ્પ પાકિસ્તાનને વધુ સમર્થન આપી રહ્યા છે, જે ને કારણે બંને દેશો સંબંધો વધુને વધુ વણસી રહ્યા છે. હવે ટ્રમ્પે ભારતના વડાપ્રધાન મોદીની રાજકીય કારકિર્દી અંગે ચેતવણીના સ્વરમાં નિવેદન આપ્યું છે.

ભારત સાથે સંબંધ કેમ બગાડ્યા?

વિદેશ નીતિના નિષ્ણાતોના જણાવ્યા મુજબ ટ્રમ્પ એટલા માટે નારાજ છે કે “યુદ્ધો રોકવા” બદલ મોદીએ તેમની નોબેલ શાંતિ પુરસ્કારની દાવેદારીને સમર્થન આપ્યું ન હતું

વડાપ્રધાન મોદીએ સીધી રીતે હજુ સુધી ટ્રમ્પને સીધી રીતે જવાબ આપ્યો નથી, તેને બદલે તેમણે રાજદ્વારી માર્ગ પસંદ કર્યો છે. ટ્રમ્પે ટેરીફ લાદ્યા બાદ વડાપ્રધાન અપીલ કરી રહ્યા છે કે ભારતે સ્વદેશી ઉત્પાદનો બનાવીને, તેનો ઉપયોગ કરીને વધુ આત્મનિર્ભર બનવું જોઈએ.

ભારતમાં વડાપ્રધાન મોદીની ટીકા:

ટ્રમ્પના ટેરિફ પર મૌન રહેવા બદલ વિપક્ષ વડાપ્રધાન મોદીની ટીકા કરી રહ્યું છે. ગુરુવારે કોંગ્રેસના સાંસદ ઇમરાન મસૂદે કહ્યું “ટ્રમ્પ હમારા બાપ હૈ ક્યા? તેમણે આપણને આવું બધું કહ્યું, પણ આપણા વડા પ્રધાન ચૂપ છે? શું આપણને ગુલામીના એ જ બેડીઓમાં પાછા ખેંચવામાં આવી રહ્યા છે?”

આ પણ વાંચો…મોદીએ ટ્રમ્પને રશિયા પાસેથી ક્રુડ નહીં ખરીદવાનું વચન આપ્યું ? ટ્રમ્પે વધુ એક જૂઠાણું ચલાવ્યું ?

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button