અમેરિકાએ ભારતને આપ્યો તોતિંગ ઝટકો, ભારત પર લગાવ્યો કુલ 50 ટકા ટેરિફ…

નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) ભારત પર ટેરિફ (Tarrif) લગાવવા અંગે વધુ એક મોટી જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા વધારાનો ટેરિફ લાદ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ માટે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર પણ હસ્તાક્ષર કર્યા છે.
રશિયા પાસેથી તેલ અને શસ્ત્રો ખરીદવા પર નારાજગીને કારણે ભારત પર વધારાના ટેરિફ લાદવાનો નિર્ણય લીધો છે. જે ભારત માટે ખૂબ જ ચિંતાનો વિષય સાબિત થઈ શકે છે. આ પહેલા જ્યારે ટેરિફ અંગે ટ્રમ્પે પોસ્ટ કરી હતી ત્યારે ભારતનું શેર માર્કેટ પડી ગયું હતું. આ જાહેરાત બાદ પણ કાલે શેર માર્કેટ પર મોટી અસર થવાની છે.
રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખવા બદલ લાગ્યો ટેરિફ
અત્રે ઉલ્લેખનીય છે કે, 24 કલાક પહેલા જ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ટેરિફ વધારવાની ધમકી આપી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે, જો ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે, તો ટેરિફમાં વધુ વધારો કરવામાં આવશે. ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે તેઓ ફાર્મા આયાત પર ટેરિફ 250 ટકા સુધી વધારી શકે છે. અત્યારે સત્તાવાર રીતે ટેરિફની જાહેરાત કરવામાં આવી છે.
આ બાબતે ભારત કેવી પ્રતિક્રિયા આપશે?
ડોલાન્ડ ટ્રમ્પની ધમકી 250 ટકા ટેરિફની હતી જે પ્રસ્તાવિત અત્યાર સુધીનો સૌથી મોટો ટેરિફ હોઈ શકે છે. તેઓ નાના ટેરિફથી શરૂઆત કરશે, પરંતુ 18 મહિનામાં ધીમે ધીમે તેને વધારવાની યોજના બનાવી રહ્યા છે. અત્યારે ભારત પર 25% વધારાનો ટેરિફ લગાવ્યો હોવાની અમેરિકાના રાષ્ટ્રપતિએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે. હવે જોવાનું એ રહે છે કે, આ અંગે ભારત દ્વારા કેવી પ્રતિક્રિયા આપવામાં આવે છે.
આ પણ વાંચો…ભારતના જવાબ બાદ ટ્રમ્પની આંખ ઉઘડી; કહ્યું મને એ વિષે ખબર નથી, તપાસ કરવી પડશે…