ટ્રમ્પના ટેરિફનો 'અનોખો' વિરોધ: દિલ્હીની યુનિવર્સિટીમાં કોકાકોલા પર પ્રતિબંધ, જાણો શું કહ્યું ચાન્સેલરે? | મુંબઈ સમાચાર
નેશનલ

ટ્રમ્પના ટેરિફનો ‘અનોખો’ વિરોધ: દિલ્હીની યુનિવર્સિટીમાં કોકાકોલા પર પ્રતિબંધ, જાણો શું કહ્યું ચાન્સેલરે?

નવી દિલ્હી: અમેરિકાએ ભારત પર બમણી ટેરિફ લગાવી છે, જેનાથી ભારતની નિકાસ સામે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી બાજુ આ ટેરિફ વધારાને એક આર્થિક જંગના માફક જોવામાં આવી રહ્યો છે. આ જંગનો શંખનાદ રાજ્યસભાના સાંસદ અને લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીના સ્થાપક અને ચાન્સેલર ડો અશોક કુમાર મિત્તલે ફૂંક્યો છે. અમેરિકન સોફ્ટ ડ્રિંક્સ પર સંપૂર્ણ પ્રતિબંધની જાહેરાત કરી, જેની સાથે ‘સ્વદેશી 2.0’ આંદોલનની શરૂઆત થઈ હોવાનું જણાવ્યું હતું. મિત્તલે અમેરિકાના ટેરિફ નિર્ણયને અન્યાયી, ભારતની આર્થિક સ્વાયત્તતા અને રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવાનું આહ્વાન કર્યું છે.

અમેરિકન ઠંડા પીણાં પર પ્રતિબંધ

27 ઓગસ્ટના રોજ દિલ્હીના કોન્સ્ટિટ્યૂશન ક્લબ ખાતે ગણેશ ચતુર્થીના દિવસે રાજઘાટ પર શ્રદ્ધાંજલિ આપ્યા બાદ મિત્તલે આ જાહેરાત કરી હતી. 1905ના સ્વદેશી આંદોલનની યાદ અપાવી હતી, જેમાં બાલ ગંગાધર તિલક, લાલા લજપત રાય, બિપિન ચંદ્ર પાલ અને અરવિંદ ઘોષે બ્રિટિશ ઉત્પાદનોનો બહિષ્કાર કર્યો હતો. LPU, જે ભારતની સૌથી મોટી ખાનગી યુનિવર્સિટી પૈકીની એક છે અને જેમાં 40,000 વિદ્યાર્થી અભ્યાસ કરે છે, તેણે આ પ્રતિબંધ તાત્કાલિક અમલમાં મૂક્યો છે.

આપણ વાંચો: ટ્રમ્પના ટેરિફની અસર, વોલમાર્ટ, એમેઝોન સહિતની કંપનીઓએ ભારતના ઓર્ડર રોક્યા, કેટલું થશે નુકસાન ?

ભારત-અમેરિકા વેપાર તણાવ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય નિકાસ પર ટેરિફ 50 ટકા સુધી વધારી દીધા હતા, જેનાથી બંને દેશો વચ્ચે આર્થિક તણાવ વધ્યો છે. ભારતે આના જવાબમાં પોતાના રાષ્ટ્રીય હિતો અને રશિયા સાથેના ઊર્જા આયાત જેવા વ્યૂહાત્મક સ્વાયત્તતાને જાળવી રાખવાની સ્પષ્ટ નીતિ ઘડી છે. મિત્તલે આક્ષેપ કર્યો કે અમેરિકા અને યુરોપ રશિયાથી તેલ ખરીદે છે, પરંતુ ભારતને તેના હિતો માટે નિશાન બનાવવામાં આવે છે.

આપણ વાંચો: ટ્રમ્પના ટેરિફની ભારતીય શેરબજાર પર અસર! સેન્સેક્સ 100 પોઈન્ટ નીચે સરક્યો, નિફ્ટી પણ તુટ્યો

ભારતની આર્થિક મજબૂતી

ભારત સરકારે ટેરિફની અસરને ઘટાડવા જીએસટીમાં સુધારા અને આર્થિક નીતિઓને મજબૂત કરવાની દિશામાં પગલા લીધા છે. નિષ્ણાતોનુ માનવુ છે કે આ ટેરિફથી ભારતના જીડીપી પર માત્ર 0.20%થી 0.90%ની અસર થશે. ઇકોનોમિક એડવાઇઝરી કાઉન્સિલની બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આર્થિક સુધારા અને જીવનધોરણ સુધારવા નવી નીતિઓની સલાહ માગી. ઉલ્લેખનીય છે કે મીડિયા અહેવાલ મુજબ, ઓછા ફુગાવા અને વ્યાજદરમાં ઘટાડાને કારણે માર્ચ 2026 સુધીમાં 6.5% વૃદ્ધિ શક્ય છે.

આપણ વાંચો: ટ્રમ્પના ટેરિફ બોમ્બ બાદ ભારતનું રિએક્શન! પોસ્ટલ સેવા પર લાગ્યો અસ્થાયી પ્રતિબંધ

ભારતની અર્થવ્યવસ્થા મુખ્યત્વે સ્થાનિક વપરાશ પર આધારિત છે, જે જીડીપીનો 60 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે નિકાસ માત્ર 2 ટકા જેટલો હિસ્સો ધરાવે છે. 2024માં અમેરિકા ભારતનું સૌથી મોટું નિકાસ બજાર હતું, જ્યાં 87.4 અબજ ડોલરની નિકાસ થઈ. સુધરતી ક્રેડિટ રેટિંગ અને મજબૂત બેંકિંગ ક્ષેત્રને કારણે ભારતને આર્થિક સુધારા આગળ ધપાવવાનો આત્મવિશ્વાસ છે. મિત્તલે જણાવ્યું કે આ પ્રતીકાત્મક પગલું જો રાષ્ટ્રવ્યાપી આંદોલન બનશે તો અમેરિકન અર્થતંત્ર પર નોંધપાત્ર અસર થઈ શકે છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button