ઇન્ટરનેશનલનેશનલ

ઉદયપુરમાં અબજોપતિના દીકરાના લગ્નમાં જુનિયર ટ્રમ્પ, જસ્ટિન બીબર સહિત જેનિફર લોપેઝ પણ આવશે, જાણો કોણ છે?

ઉદયપુર: રાજસ્થાનના જાણીતું શહેર જેને સીટી ઓફ લેક તરીકે ઓળખવામાં આવે છે. આ શહેર ડેસ્ટિનેશન વેડિંગ માટે ખુબ પ્રખ્યાત છે. ત્યારે હવે લગ્નસરાની સિઝન શરૂ થઈ ચૂકી છે. આવામાં ઉદયપુર વર્ષ 2025ના સૌથી ભવ્ય ડેસ્ટિનેશન વેડિંગની મેજબાની કરવા માટે તૈયાર થઈ રહ્યું છે. એક અમેરિકન અબજોપતિ પરિવારના આંગણે આવલા અવસરની ઉજવણી ઉદયપુરમાં થશે. આ લગ્નસમારોહ આવતીકાલથી લઈને 24 નવેમ્બર સુધી યોજાશે, જેમાં શાહી ભારતીય ધરોહર અને આંતરરાષ્ટ્રીય સુપરસ્ટાર્સની પ્રસ્તુતિઓનું અદ્ભુત મિશ્રણ જોવા મળશે. આ ભવ્ય આયોજન સિટી પેલેસ અને જગમંદિર આઇલેન્ડ પેલેસ સહિત અનેક ઐતિહાસિક સ્થળોએ યોજાશે.

આ લગ્નમાં હાજરી આપનાર મહેમાનોની યાદી ઘણી જ પ્રભાવશાળી છે, જેની ચર્ચા વિશ્વમાં થઈ રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર સહિત અનેક VVIP મહેમાનો આ સમારોહમાં સામેલ થવા માટે ભારત આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં ધૂમ મચાવવા માટે પોપ સ્ટાર જસ્ટિન બીબર અને જેનિફર લોપેઝ પણ પરફોર્મ કરવાના છે.

આ પણ વાંચો: જેફ બેઝોસના લગ્નમાં ‘ગુજ્જુ ગર્લ’ મોના પટેલનો ગ્લેમરસ અંદાજ છવાયો!

રિપોર્ટ્સ અનુસાર જગતમંદિર ટાપુ પર એક વિશાળ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં શાનદાર લાઇટિંગ, સાઉન્ડ એન્જિનિયરિંગ અને વિઝ્યુઅલ સેટઅપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બીબર અને લોપેઝનું પરફોર્મન્સ આ લગ્નના સૌથી મોટા આકર્ષણોમાંનું એક હશે.

ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરની હાજરીને ધ્યાનમાં રાખીને ઉદયપુરમાં મલ્ટી લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેઓ પિછોલા લેક કિનારે સ્થિત આલીશાન હોટેલ, લીલા પેલેસમાં રોકાણ કરવાના છે. કેન્દ્રીય સુરક્ષા એજન્સી અને વિશેષ ટીમોએ જગમંદિર, માણેક ચોક અને પ્રવેશ માર્ગો પર સઘન સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પહેલેથી જ નિરીક્ષણ કરી લીધું છે.

આ પણ વાંચો: ભારતનો વર્લ્ડ નંબર-વન બૅટ્સમૅન અમૃતસરમાં બહેનના લગ્નમાં ન ગયો, કાનપુરમાં પહેલા જ બૉલ પર આઉટ થઈ ગયો

ઉદયપુર પોલીસે VVIP કાફલાઓ અને શહેરના સામાન્ય ટ્રાફિક વચ્ચે સંતુલન જાળવવા માટે એક વિગતવાર ટ્રાફિક વ્યવસ્થાપન યોજના તૈયાર કરી છે, આ કાર્યક્રમની લઈ સામાન્ય લોકોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે તેમ છે.

આ ભવ્ય લગ્ન સમારોહના કારણે ઉદયપુરના પર્યટન ઉદ્યોગને મોટો વેગ મળવાની સંભાવના છે. અમેરિકા, યુરોપ અને એશિયાના વિવિધ દેશોમાંથી મહેમાનોના આગમન સાથે, આખું અઠવાડિયું ચાર્ટર્ડ ફ્લાઇટ્સની અવરજવર જોવા મળી રહી છે. શહેરની હોટેલો, રિસોર્ટ્સ અને હેરિટેજ સ્થળો લગભગ સંપૂર્ણપણે બુક થઈ ગયા છે.

સ્થાનિક પ્રવાસન વ્યવસાયીઓનું માનવું છે કે આ લગ્નની આર્થિક અસર ઘણી મહત્વની રહેશે. વૈશ્વિક મીડિયાનું ધ્યાન ઉદયપુરને વિશ્વના અગ્રણી વેડિંગ ડેસ્ટિનેશન તરીકેની તેની બ્રાન્ડ વેલ્યુને વધુ મજબૂત બનાવશે. આયોજકો દ્વારા મહેમાનોનું સ્વાગત રાજસ્થાની સંસ્કૃતિ અને પરંપરાગત રીત-રિવાજોથી કરવામાં આવશે, જેમાં લોક કલાકારો, પરંપરાગત નૃત્ય સમૂહો અને ભારતીય વાનગીઓનો સમાવેશ થાય છે.

સૌથી મહત્ત્વની વાત જણાવવાની કે હવે સવાલ થાય કે આ અબજોપતિ કોણ છે

તો વિગતે વાત કરીએ. અમેરિકન અબજોપતિ રાજુ મંટેનાના દીકરાના લગ્ન એલિજાબેથ નામની યુવતી સાથે થઈ રહ્યા છે. આ લગ્નમાં ભારતની જાણીતી સેલિબ્રિટીઝ સાથે અમેરિકાના કલાકારો પણ ઉપસ્થિત રહેશે. ટ્રમ્પ અને રાજુ મંટેનાની દોસ્તી પણ બહુ જૂની છે. ભારતીય મૂળના અમેરિકન અબજોપતિ રાજુ મંટેના હેલ્થકેર ક્ષેત્રે મોટું નામ છે. 1960માં ભારતમાં જન્મેલા રાજુ મંટેના ફ્લોરિડામાં રહે છે, જે એક ફાર્મા જાયન્ટ તરીકે પણ ઓળખાય છે. રાજુ મંટેનાની Ingenus અને Integra Connect નામની કંપની પણ બહુ જાણીતી છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button