
નવી દિલ્હી : વિશ્વમાં હાલ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે અન્ય બે દેશો વચ્ચે પણ યુદ્ધ છેડવાના સંકેત મળી રહ્યા છે. જેમા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનને નવા પરમાણુ કરાર માટે આપવામાં આવેલી કડડ ચેતવણી બાદ ઈરાન ભડક્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કહેવામાં આવ્યું છે કે જો પરમાણુ કરાર માટે સંમત નહીં થાય તો તેને ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે. જેમાં મોટા પાયે બોંબમારો અને આર્થિક દબાણનો સમાવેશ થાય છે.
ઈરાન દ્વારા સત્તાવાર રીતે કોઇ જાહેરાત નહિ
જોકે, ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી બાદ ઈરાનને પણ આક્રમક વલણ અપનાવ્યું છે. જેમાં ઈરાન હવે મિસાઈલ છોડવા માટે તૈયાર હોવાના મીડિયા અહેવાલ પ્રકાશમાં આવ્યા છે. મીડિયા અહેવાલ મુજબ ઈરાને તેના ભૂગર્ભ મિસાઈલ શહેરમાં બધા લોન્ચર્સ લોડ કરી દીધા છે અને હુમલો કરવા માટે તૈયાર છે. કારણ કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી હતી કે જો તે તેના પરમાણુ કાર્યક્રમમાં સમાધાન નહીં કરે તો દેશ પર બોંબમારો કરશે. જોકે, મિસાઇલ હુમલા અંગે ઈરાન દ્વારા સત્તાવાર રીતે કોઇ જાહેરાત કરવામાં આવી નથી.
આ પણ વાંચો: Americaએ આ કારણે અનેક વિદેશી વિદ્યાર્થીઓના વિઝા રદ કરી દેશ નિકાલના આદેશ આપ્યા, ભારતીયો પર પણ અસર
ઈરાને ટ્રમ્પ સાથે વાત કરવાનો ઇનકાર કર્યો
આ પૂર્વે હાલમાં જ ઈરાને ટ્રમ્પ સાથે વાત કરવાનો ઇનકાર કર્યો છે. આ ઘટનાક્રમ એવા સમયે પ્રકાશમાં આવ્યો છે જ્યારે અમેરિકા યમનમાં ઈરાન સમર્થિત હુતી બળવાખોરો પર હવાઈ હુમલા કરી રહ્યું છે.ત્યારે ઈરાનના પરમાણુ કાર્યક્રમને લક્ષ્ય બનાવીને લશ્કરી કાર્યવાહીનો ભય રહેલો છે.
ટ્રમ્પે વધારાનો ટેરિફ લાદવાના પણ સંકેત આપ્યા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે કહ્યું હતું કે જો ઈરાન તેના પરમાણુ કાર્યક્રમ અંગે તેમની સાથે સહમત નહીં થાય તો ઈરાન પર બોંબમારો કરવામાં આવશે. આ સાથે તેમણે ઈરાન પર વધારાના ટેરિફ લાદવાની પણ વાત કરી છે.
આ પણ વાંચો : શું ટેસ્લા કાર પર હુમલા બાદ ડીઓજી વડાનું પદ છોડશે Elon Musk ? આપ્યા આ સંકેત
ઈરાને યુરેનિયમનો વિશાળ જથ્થો સંગ્રહ કર્યો
ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ તરીકેના તેમના પહેલા કાર્યકાળ દરમિયાન ઈરાન સાથેના પરમાણુ કરારમાંથી અમેરિકાને પાછું ખેંચી લીધું હતું. આ કરારમાં પ્રતિબંધોમાં રાહતના બદલામાં તેહરાનની વિવાદાસ્પદ પરમાણુ પ્રવૃત્તિઓ પર કડક નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. આ કરાર સમાપ્ત થયા પછી ઈરાને યુરેનિયમનો વિશાળ જથ્થો સંગ્રહ કર્યો છે. ઈરાને બિન-પરમાણુ શક્તિઓ માટે નિર્ધારિત મર્યાદા કરતાં ઘણું વધારે યુરેનિયમ એકઠું કર્યું છે.