નેશનલ

મુશ્કેલીમાં મુકાઇ ‘મિસ યુનિવર્સ પાકિસ્તાન’, પાકિસ્તાનની ગુપ્ત એજન્સી ISI કરશે તપાસ

ગત 14 સપ્ટેમ્બરે માલદિવ્સમાં યોજાયેલી સૌંદર્ય સ્પર્ધામાં મિસ યુનિવર્સ પાકિસ્તાનનો ખિતાબ જીતનારી યુવતી એરિકા રોબિન તેમજ ઇવેન્ટના આયોજકો સામે પાકિસ્તાનના કેર ટેકર પ્રધાનમંત્રીએ તપાસના આદેશ આપ્યા છે. પાકિસ્તાનના વર્તમાન વડા પ્રધાન અનવર ઉલ હક કાકરે ઇન્ટેલિજન્સ એજન્સી ISIને ઇન્વેસ્ટીગેશન ઓર્ડર આપી કાર્યવાહીનું સૂચન કર્યું છે.

સ્પર્ધા જીતનારી 24 વર્ષીય યુવતી એરિકા રોબિન એક ખ્રિસ્તી યુવતી છે અને પાકિસ્તાનના કરાચીની રહેવાસી છે. 14 સપ્ટેમ્બરે માલદિવ્સમાં મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યા બાદ તે હવે નવેમ્બરમાં અલ સાલ્વાડોરમાં યોજાવા જઇ રહેલી મિસ યુનિવર્સ 2023 સ્પર્ધામાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરશે. આ બ્યુટી પેજન્ટમાં ભાગ લઇ રહેલી એરિકા પ્રથમ પાકિસ્તાની યુવતી છે.

આ સ્પર્ધાને દુબઇની કંપની યુજેન ગૃપે ઓર્ગેનાઇઝ કર્યું હતું. આ ગૃપે બહેરીન અને ઇજિપ્તમાં પણ આ ઇવેન્ટનું આયોજન કર્યું હતું. જો કે પાકિસ્તાનના કેટલાક નેતાઓ તેમજ ખુદ પ્રધાનમંત્રી આને દેશ વિરુદ્ધ જાસૂસી ષડયંત્ર ગણાવે છે. પાકિસ્તાનના ધાર્મિક નેતાઓ આ પ્રકારની સ્પર્ધાઓના સખત વિરોધમાં છે. ઈસ્લામિક વિદ્વાન તાકી ઉસ્માનીએ કહ્યું હતું કે સૌથી પહેલા તો સરકારે આ ઈવેન્ટના આયોજકો સામે કાર્યવાહી કરવી જોઈએ. અમે ક્યારેય સ્વીકારીશું નહીં કે પાકિસ્તાનની કોઇ યુવતી આવી સ્પર્ધાઓમાં ભાગ લે. અન્ય એક રાજનેતા મુશ્તાક અહેમદ ખાને કહ્યું કે આ શરમજનક સ્પર્ધાનું આયોજન કરનારની ધરપકડ થવી જોઈએ.

પાકિસ્તાનના કેર ટેકર વડા પ્રધાને ખાનગી એજન્સીઓને આ ઇવેન્ટના આયોજકો અંગે તપાસ કરાવવા જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ઓર્ગેનાઝર્સને પાકિસ્તાનનું નામ વાપરવા દેવાની મંજૂરી કોણે આપી તેની તપાસ થવી જોઇએ. આ એક શરમજનક ઘટના છે અને પાકિસ્તાનની મહિલાઓનું અપમાન છે તેવું તેમણે જણાવ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…