આર્થિક આઝાદી માટે સ્વદેશી જરૂરી: 15 સપ્ટેમ્બરે આ શહેરથી વેપારીઓ શરૂ કરશે ‘સ્વદેશી અભિયાન’

નાગપુર: સ્વદેશી અપનાવવાનો સંદેશ આઝાદી પૂર્વે મહાત્મા ગાંધી આપી ગયા છે. આ વાત આજે પણ લાગુ પડે છે. જેને ધ્યાનમાં રાખીને ભારત સરકાર પણ સ્વદેશી અપનાવવાની પહેલ કરી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પરથી દેશના દરેક વેપારીઓ તથા સામાન્ય લોકોને સ્વદેશી અપનાવવાની અપીલ કરી હતી. ત્યારે હવે સ્વદેશી જાગરણ મંચ અને કૈટ નામના વેપારીઓના સંગઠને ‘સ્વદેશી અભિયાન’ શરૂ કરવાની જાહેરાત કરી છે.
‘સ્વદેશી અભિયાન’ ક્યારે શરૂ થશે?
અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યો છે. આ પરિસ્થિતિનો સામનો કરવા માટે આર્થિક સલાહકારોએ સરકારને પોતાના આંતરિક બજારો મજબૂત કરવાની સલાહ આપી છે. તેથી દેશના મુખ્ય વેપારી સંગઠનોએ એક સાથે મળીને સ્વદેશી અપનાવવા માટે એક અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી છે. કોન્ફેડરેશન ઓફ ઓળ ઈન્ડિયા ટ્રેડર્સ(CAIT), સ્વદેશી જાગરણ મંચ, ભારતીય ઉદ્યોગ વેપાર મંડળ, હૉકર્સ જોઈન્ટ એક્શન કમિટિ અને રાષ્ટ્રીય ઉપભોક્તા મોર્ચા દ્વારા આ અભિયાન શરૂ કરવામાં આવશે.
આ અભિયાનની શરૂઆત 15-16 સપ્ટેમ્બરના રોજ નાગપુરથી થશે. સ્વદેશી અભિયાન હેઠળ નાગપુરમાં એક મોટો કાર્યક્રમ રાખવામાં આવશે. સ્વદેશી અભિયાનના આ કાર્યક્રમમાં વેપારીઓને સંદેશ આપવામાં આવશે કે, જે ક્ષેત્રમાં ભારત પૂર્ણ નિર્ભર છે. તે ક્ષેત્રોમાં કોઈપણ વિદેશી ઉત્પાદનનું વેચાણ, ખરીદી અને ઉપયોગ કરવો નહીં. સાથોસાથ જે ક્ષેત્રોનું ભારતમાં ઉત્પાદન નથી થતું, તેવા વિદેશી ઉત્પાદનો પર નિર્ભરતા ઓછી કરવા પણ પણ નીતિ બનાવવામાં આવશે.
આર્થિક આઝાદી માટે સ્વદેશી જરૂરી
મીડિયા સાથે વાત કરતા એક વેપારીએ જણાવ્યું કે, હું ગ્રાહકોને જણાવીશ કે સ્વદેશી ઉત્પાદનો ખરીદવાથી ન માત્ર બચત થશે, પરંતુ દેશના વેપારીઓ અને ઉત્પાદકોને પણ મદદ મળશે. જો આર્થિક આઝાદી મેળવવી હોય તો દેશના 140 કરોડ લોકો વચ્ચે સ્વદેશીને એક જનઆંદોલન બનાવવું પડશે.
આ પણ વાંચો…PM મોદીએ EV યુનિટનું ઉદ્ઘાટન કરીને કહ્યું, ‘મેક ઇન ઇન્ડિયા’ની બ્રાન્ડ એમ્બેસેડર બની મારુતિ…