પહેલગામ આંતકવાદી હુમલોઃ પર્યટકો અને શ્રદ્ધાળુઓ કેમ આંતકવાદીઓના નિશાના પર?

મંગળવારનો દિવસ ભારત માટે અમંગળ સાબિત થયો હતો. કાશ્મીરના પહેલગામ ખાતે આંતકવાદીઓએ પોતાની મેલી મુરાદ પૂરી કરતાં નિર્દોષ પર્યટકોને નિશાનો બનાવ્યો હતો. ત્યારે એવો સવાલ થાય એ સ્વાભાવિક છે કે આખરે આંતકવાદીઓ પર્યટકોને કેમ નિશાનો બનાવે છે અને આ પાછળની તેમની મંછા શું છે?
એક વાત તો બધા જ જાણે છે કે કાશ્મીરની અર્થવ્યવસ્થાનો એક મોટો હિસ્સો પર્યટન પર આધાર રાખે છે. આંતકવાદી જ્યારે પણ પર્યટકોને પોતાનો નિશાનો બનાવે છે ત્યારે સૌથી પહેલાં બહારથી આવનારા પર્યટકોમાં દહેશતનો માહોલ ફેલાય છે. પર્યટકો વેલી ફરવા આવવાનું ટાળે. એટલું જ નહીં હોટેલ, ટેક્સી, ગાઈડ જેવા ટુરિઝમ પર આધારિત લોકોના રોજગાર પર પણ તેની અસર જોવા મળે છે.
આપણ વાંચો: પૂંછમાં એરફોર્સના કાફલા પર આંતકવાદી હુમલો, અનેક જવાન ઘાયલ હોવાની શક્યતા
આઝાદી બાદથી જ પાકિસ્તાને કાશ્મીરમાં અશાંતિ અને અસ્થિરતાનો માહોલ બનાવવામાં કોઈ કસર બાકી નથી રાખી. આ જ કારણે તે આંતકવાદનું પાલન-પોષણ કરી રહ્યું છે.
સીમા પારથી આવનારાના આંતકવાદી સંગઠનોનું એક જ લક્ષ્ય હોય છે કે કાશ્મીરમાં ક્યારેય અમન અને શાંતિ ના રહે. જો પર્યટકો અહીં મોટી સંખ્યામાં આવશે તો દુનિયામાં એવો મેસેજ જશે કે કાશ્મીર એકદમ શાંત અને સામાન્ય સ્થિતિમાં છે.
આપણ વાંચો: 26/11ના હુમલાનો આંતકવાદી તહવ્વુર રાણા આવશે ભારત, US સુપ્રીમ કોર્ટ આપ્યો ચુકાદો…
આંતકવાદીઓ પર્યટકો પર હુમલો કરીને સરકારને એ મેસેજ આપવા માંગે છે કે કાશ્મીર આજે પણ લોકો માટે સુરક્ષિત નથી. આવા હુમલાઓને આધારે જ પાકિસ્તાન મોટા મોટા આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની છબિને ખરાબ કરે છે. જોકે, પાકિસ્તાનની આ મેલીમુરાદથી તો આથી દુનિયા પરિચિત છે અને એટલે તેને હંમેશા અપમાનનો સામનો કરવો પડે છે.
કાશ્મીર વેલીમાં સ્થાનિકોની આવકનો મુખ્ય સ્રોત પર્યટન છે. આ વાત પણ આંતકવાદી સંગઠનોને ખાસ કંઈ પસંદ નથી આવી રહી અને આ પણ એક કારણ છે કે તેઓ પર્યટકોને પોતાનો નિશાનો બનાવવા લાગ્યા છે. આંતકવાદીઓ નથી ઈચ્છતા કે સ્થાનિક લોકો ભારતીયો કે ભારત સરકાર સાથે કોઈ પણ પ્રકારનું કનેક્શન ફિલ કરે.