નેશનલ

Adani Group અને ઈન્ફોસીસ સહિત અનેક ભારતીયો કંપનીઓએ વિશ્વની શ્રેષ્ઠ કંપનીઓમાં સ્થાન મેળવ્યું

નવી દિલ્હી: ટાઈમ(TIME)ની વિશ્વની શ્રેષ્ઠ કંપનીઓની યાદીમાં અદાણી ગ્રૂપ, એચસીએલ ટેક, ઈન્ફોસીસ અને વિપ્રો સહિત અન્ય  ભારતીય કંપનીઓએ સ્થાન મેળવ્યું છે. ભારતીય કંપનીઓમાં  HCL ટેક ટોચ પર છે. જે ટાઈમની યાદીમાં 112મા ક્રમે છે. આ પછી ઈન્ફોસિસ 119માં અને વિપ્રો 134માં સ્થાને છે.

2024ની ટાઈમની વિશ્વની શ્રેષ્ઠ કંપનીઓમાં સમાવિષ્ટ અન્ય ભારતીય કંપનીઓમાં મહિન્દ્રા ગ્રૂપ, એક્સિસ બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ બેન્ક, લાર્સન એન્ડ ટુબ્રો, કોટક મહિન્દ્રા બેન્ક, આઈટીસી લિમિટેડ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, અદાણી ગ્રૂપ, એનટીપીસી લિમિટેડ, યસ બેંક, બેંક ઓફ બરોડા, ગોદરેજ એન્ડ બોયસ, બજાજ ગ્રુપ, સિપ્લા, ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને એમઆરએફનો  સમાવેશ થાય છે.

આપણ વાંચો: ગુજરાતમાં અદાણી ગ્રૂપ બે લાખ કરોડથી વધુનું રોકાણ કરશે: ગૌતમ અદાણી

એપલ યાદીમાં ટોચ પર
ટાઈમની આ યાદીમાં અદાણી ગ્રૂપ 736મા ક્રમે છે. આ યાદીમાં અમેરિકાની અગ્રણી ટેક્નોલોજી કંપની એપલ ટોપ પર રહી છે. આ પછી આયર્લેન્ડની અગ્રણી ટેક્નોલોજી કંપની એક્સેન્ચર આવે છે. માઇક્રોસોફ્ટ, બીએમડબ્લ્યુ ગ્રુપ અને એમેઝોન પછીના ક્રમે છે.

આ યાદી ત્રણ માપદંડ પર આધારિત
વિશ્વની શ્રેષ્ઠ કંપનીઓ 2024ની યાદી ત્રણ માપદંડના વિશ્લેષણ પર આધારિત છે. કર્મચારી સંતોષ, આવક વૃદ્ધિ અને ટકાઉપણું. ટાઈમે કહ્યું, એપલ, માઈક્રોસોફ્ટ અને BMW જેવી કંપનીઓ હજુ પણ તેમના કર્મચારીઓની ખુશીમાં રોકાણ કરે છે. જેના લીધે કંપની સ્ટેટિસ્ટા અને ટાઈમ દ્વારા વિશ્વની શ્રેષ્ઠ 1,000 કંપનીઓમાં ટોચ પર છે.

કર્મચારીઓના સંતોષમાં આલ્ફાબેટ ટોચ પર છે
માઈક્રોસોફ્ટ, જે રેન્કિંગમાં ત્રીજા સ્થાને હતી, તે ગુગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ પછી કર્મચારીઓના સંતોષની દ્રષ્ટિએ બીજા નંબરની સૌથી વધુ રેટિંગ ધરાવતી કંપની હતી. માઇક્રોસોફ્ટે કહ્યું કે તે કર્મચારીઓની વૃદ્ધિ થાય તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરે છે. આ એક અભિગમ છે જે કર્મચારીઓને ખુશ રાખવા અને આવક વધારવા માટે કામ કરે છે. કર્મચારીઓના સંતોષની બાબતમાં Apple ચોથા ક્રમે છે.

Show More

Related Articles

Back to top button
ભાદરવાની પૂર્ણિમા પર કરો આ કામ, ખુલી જશે ધનના માર્ગ આજે શ્રીહરિ બદલશે પાસું, આ ચાર રાશિના જાતકો માટે શરૂ થશે Golden Period… દેશમાં કાશ્મીરી મહિલાઓ આ બાબતમાં મોખરાના ક્રમે છે, શું છે વાત? 22 વર્ષ નાની એક્ટ્રેસ સાથે ફેમસ કોમેડિયને સેટ પર કરી આવી હરકત અને પછી જે થયું એ…