નેશનલ

જી-૨૦ સમિટ માટે દિલ્હીમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા

નવી દિલ્હી: જી-૨૦ સમિટ માટે દિલ્હીમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દિલ્હી પોલીસના ટોચના અધિકારીએ ગુરુવારે સમિટ પહેલા રાષ્ટ્રીય રાજધાનીના સરહદી વિસ્તારોમાં સુરક્ષા તૈયારીઓની ચકાસણી કરી હતી. જી-૨૦ લીડર્સ સમિટ ૯ અને ૧૦ સપ્ટેમ્બરે યોજાશે. વિશેષ પોલીસ કમિશનર (કાયદો અને વ્યવસ્થા) દપેન્દ્ર પાઠકે િંસઘુ સરહદની મુલાકાત દરમિયાન, કર્મચારીઓને કોઈપણ દુર્ઘટના અથવા ઘટનાની તાત્કાલિક જાણ વરિષ્ઠ અધિકારીઓને કરવા નિર્દેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે દિલ્હી પોલીસનો એક વિભાગ સમિટનાં વિસ્તારમાં તૈયારીઓની દેખરેખ રાખી રહ્યો છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સમગ્ર દિલ્હીમાં દળોની મજબૂત, પર્યાપ્ત અને વ્યૂહાત્મક તૈનાતી છે. દિલ્હી પોલીસ સમગ્ર શહેરમાં સ્થાપિત ૫,૦૦૦ સીસીટીવી કેમેરાના નેટવર્કની મદદથી તેના અત્યાધુનિક કંટ્રોલ રૂમમાંથી સમિટ દરમિયાન વિકાસ પર નજીકથી નજર રાખશે. કંટ્રોલરૂમ જિલ્લાવાર વિઝ્યુઅલ મેળવી રહ્યો છે અને ૨૫ સુરક્ષા કર્મચારીઓની બે ટીમો પાળીમાં ચોવીસ કલાક નજર રાખશે. લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ ગુરુવારે રાજઘાટ અને પ્રગતિ મેદાનની મુલાકાત લીધી હતી અને તૈયારીઓની સમીક્ષા કરી હતી. દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાએ સક્સેનાને સુરક્ષા વ્યવસ્થા વિશે જાણકારી આપી હતી.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker