
કોચી : મલયાલમ ફિલ્મ ઉદ્યોગને વધુ એક ફટકો પડ્યો છે. કોચીમાં મોડી રાત્રે દરોડામાં જાણીતા દિગ્દર્શક ખાલિદ રહેમાન, અશરફ હમઝા અને તેમના મિત્ર શલીફ મોહમ્મદની હાઇબ્રિડ ગાંજા સાથે ધરપકડ કરવામાં આવી હતી.
સ્થળ પરથી 1.6 ગ્રામ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો જપ્ત
એકસાઈઝ વિભાગે બાતમીના આધારે રેડ પાડી હતી. 27 એપ્રિલ 2025 ના રોજ મોડી રાત્રે 2 વાગ્યે કોચીના ગોસારી બ્રિજ પાસેના એક ફ્લેટમાં રેડ પાડી હતી. આ રેડ દરમિયાન એકસાઈઝ અધિકારીઓને સ્થળ પરથી 1.6 ગ્રામ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો. તેમજ ત્રણેયની ધરપકડ કરવામાં આવી હતી. જયારે બાદમાં પોલીસ સ્ટેશનમાંથી જામીન પર છોડવામાં આવ્યા છે.
ફ્લેટ પ્રખ્યાત સિનેમેટોગ્રાફર સમીર તાહિરનો
આ ફ્લેટ પ્રખ્યાત સિનેમેટોગ્રાફર સમીર તાહિરનો હોવાનું કહેવાય છે. આ કેસની તપાસ ચાલી રહી છે અને હવે બધાની નજર કેસ કેવી રીતે આગળ વધે છે તેના પર છે. ખાલિદ રહેમાને તાજેતરમાં જ અલાપ્પુઝા જીમખાનાનું દિગ્દર્શન કર્યું હતું જે થોડા દિવસો પહેલા જ તેલુગુ સ્ક્રીન પર રિલીઝ થઈ હતી. અશરફ હમઝાએ થમાશા અને ભીમંતે વાઝી સહિતની ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે.
આ પણ વાંચો…ઝૂંપડપટ્ટીમાં ગાંજાના વેચાણનો વિરોધ કરનારી મહિલા, તેની દીકરી પર હુમલો