નેશનલ

પટના એરપોર્ટ અને ચિરાગ પાસવાનને બોમ્બથી ઉડાવવાની ધમકી: સુરક્ષા એજન્સીઓ થઈ એલર્ટ

પટના, બિહારઃ બિહારની રાજધાની પટનામાં આવેલા જય પ્રકાશ નારાયણ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી મળ્યાં બાદ સુરક્ષા એજન્સીઓએ હરકતમાં આવી ગઈ છે. એરપોર્ટ ડિરેક્ટરને એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઇમેઇલ મળ્યો હતો. આ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લેતા સીઆઈએસએફ અને સ્થાનિક પોલીસે એલર્ટ થઈ અને તપાસ શરૂ કરી દીધી છે.

ધમકીને ગંભીરતાથી લેતા બોમ્બ સ્કવોર્ડ સાથે તપાસ શરૂ કરી દીધી

ચોંકાવનારી વાત એ છે કે, એરપોર્ટ સાથે સાથે કેન્દ્રીય પ્રધાન ચિરાગ પાસવાનને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ બન્ને ઘટનાને સંરક્ષા એજન્સીએ ગંભીરતાથી લીધી છે અને બોમ્બ સ્કવોર્ડ સાથે તપાસ શરૂ કરી દીધી છે. સુરક્ષા એજન્સીઓએ સમગ્ર એરપોર્ટ પરિસરનમાં ડોગ સ્ક્વોડ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને અન્ય સુરક્ષા એકમો સાથે રાખીને તપાસ શરૂ કરી દીધી છે. એરપોર્ટ પર મુસાફરોની તપાસ પ્રક્રિયા પણ કડક બનાવવામાં આવી છે. આ પહેલા પણ પટના એરપોર્ટને અનેક વખત બોમ્બથી ઉડાવવાની ધમકી આવેલી છે. આજે આવેલી ધમકીમાં કોણે અને ક્યાંથી મેઈલ કર્યો તેની સાયબર એક્સપર્ટની ટીમ તપાસ કરી રહી છે.

આપણ વાંચો:  ઇન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવામાં નહી પડે કોઈ મુશ્કેલી, સાથે રાખો મહત્વના દસ્તાવેજ

‘ટાઇગર મિરાજ ઇદ્રીસી’ નામના ઇન્સ્ટાગ્રામ યુઝરે આપી ધમકી

એરપોર્ટ સાથે કેન્દ્રીય પ્રધાન અને લોક જનસત્તા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાનને પણ આવી ધમકી મળી છે. ‘ટાઇગર મિરાજ ઇદ્રીસી’ નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી 20 જુલાઈ સુધીમાં તેમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. લોક જનસત્તા પાર્ટીના રાજ્યના મુખ્ય પ્રવક્તા રાજેશ ભટ્ટ દ્વારા સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ કેસમાં કડક તપાસ કરવાના પણ આદેશ કરવામાં આવ્યાં છે. ભારતમાં છાશવારે એક જગ્યાને આવી બોમ્બની ધમકીઓ મળી રહી છે. જે ખરેખર ચિંતાનો વિષય છે. આ પહેલા પણ અનેક વખત આવી ધમકીના મેઈલ આવતા હોય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button