રેલવે માટે શુકનિયાળ નિવડી આ ટ્રેન, બે કરોડથી વધુ લોકોએ યાત્રા કરી
નવી દિલ્હીઃ વંદે ભારત ટ્રેન ભારતની પ્રથમ અર્ધ હાઇ સ્પીડ રેલ સેવા તરીકે ઓળખાય છે. વંદે ભારત ટ્રેને આ વર્ષે 31 માર્ચના અંત સુધીમાં બે કરોડથી વધુ મુસાફરોને સફળતાપૂર્વક તેમના ગંતવ્યસ્થાને પહોંચાડ્યા છે. રેલવે અધિકારીઓએ સોમવારે રેલવેની સ્થાપનાના 171 વર્ષ પૂરા થવા પર આ માહિતી આપી હતી.
ભારતમાં પહેલી ટ્રેન 15 એપ્રિલ, 1853ના રોજ મુંબઇ અને થાણે વચ્ચે દોડી હતી. પ્રથમ વંદે ભારત ટ્રેન 15 ફેબ્રુઆરી 2019ના રોજ દિલ્હી અને વારાણસી વચ્ચે શરૂ કરવામાં આવી હતી. આજે 102 વંદે ભારત ટ્રેનો દેશના 24 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના 284 જિલ્લાઓને આવરી લે છે. વંદે ભારત ટ્રેનો દેશના 100 અલગ અલગ રેલવે રૂટ પર સેવા આપી રહી છે. રેલવેએ ગણો રસપ્રદ ડેટા શેર કર્યો છે, જે મુજબ 2023-24માં વંદે ભારત ટ્રેનો દ્વારા કવર કરવામાં આવેલું અંતર પૃથ્વીની આસપાસ 10 પ્રદક્ષિણા કરવા બરાબર છે. વંદે ભારત ટ્રેન વિશ્વ કક્ષાની સુવિધા પ્રદાન કરે છે.
મેક ઇન ઇન્ડિયાની પહેલ-વંદે ભારત ટ્રેન સેમી હાઇ સ્પીડ ટ્રેન છે, જે યુવા પ્રવાસીઓમાં ખાસ્સી લોકપ્રિય છે. આટલા બધા લોકો આ ટ્રેનમાં મુસાફરી કરી ચૂક્યાછે તે જ દર્શાવે છે કે ટ્રેન એકદમ સફળ થઇ છે. આટ્રેન સફળ થવાનું મુખ્ય કારણ એપણછે કે તેમાં વિમાન જેવી સુવિધા આપવામાં આવે છે.
તેની મુસાફરી પણ ઝડપી છે. તેની સીટો આરામદાયક છે, ટ્રેનનો કોચ સાઉન્ડ-પ્રુફ છે. આ ઉપરાંત વાઇ-ફાઇ, જીપીએસ સિસ્ટમ, દરેક કોચમાં પેન્ટ્રીની સુવિધા અને પારદર્શક બારીના કાચ લોકોને આટ્રેનમાં મુસાફરી કરવા આકર્ષે છે.
રેલવે હાલમાં સ્લીપર વેરિએન્ટ સહિત વધારાની વંદે ભારત ટ્રેનો રજૂ કરવા પર કામ કરી રહી છે.