48 વર્ષથી સ્પેસમાં ગુંજી રહ્યું છે આ સિંગરનું ગીત, ભારતીય માટે છે ગર્વની વાત…

હેડિંગ વાંચીને જ તમારા મગજના ઘોડા દોડવા લાગ્યા હશે અને સવાલ પણ થયો હશે કે આખરે આવું કઈ રીતે શક્ય છે? ડોન્ટ વરી આજે અમે અહીં તમને આ વિશે જ તો જણાવવા જઈ રહ્યા છીએ, શરત ખાલી એટલી છે કે તમારે આ આર્ટિકલ છેલ્લે સુધી વાંચી જવો પડશે. સાંભળવામાં ભલે અશક્ય લાગે પણ આ હકીકત છે.
હાલમાં સુનિતા વિલિયમ્સ મહિનાઓથી સ્પેસમાં અટવાઈ પડ્યા છે અને તેમને પૃથ્વી પર પાછા લાવવાના મિશનમાં સતત કોઈને કોઈ અવરોધ આવી જ રહ્યા છે. પરંતુ આ બધા વચ્ચે સ્પેસને લઈને જ એક નવી માહિતી સામે આવી રહી છે.
સ્પેસમાં આજે 48 વર્ષ બાદ પણ આ ગીત વાગી રહ્યું છે અને આ જોઈને દુનિયા પણ એકદમ આશ્ચર્યચકિત છે. મળતી માહિતી પ્રમાણે 1977માં વાઈઝર 1 અને વાઈઝર 2ને સ્પેસમાં મોકલવામાં આવ્યા હતા. વાઈઝર 1માં 12 ઈંચની એક સોનાનો ઢોળ ચઢાવેલી તાંબાની ડિસ્ક મોકલવામાં આવી હતી.
આપણ વાંચો: સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની થશે ઘરવાપસી, સ્પેસએક્સે મિશન કર્યું લોન્ચ…
આ ડિસ્કમાં અલગ અલગ ભાષાના અવાજો અને ગીત ભરવામાં આવ્યા હતા. જેમાં બિથોવન, બાખ, મોઝર્ટ જેવા મહાન સંગીતકારોના ગીતોનો સમાવેશ થાય છે.
હવે તમને થશે કે આ સંગીતકારોમાંથી એક પણ સંગીતકાર ભારતીય નથી તો એમાં ભારતીયને ગર્વ કરવા જેવું શું છે? બટ અહીંયા તો કહાનીમાં ટ્વીસ્ટ છે. આ તમામ સંગીતકારો સાથે સાથે જ ભારતીય શાસ્ત્રીય ગાયિકા કેસરબાઈ કેરકરનું જાત કહા હો ગીત પણ આ વાઈઝરમાં રેકોર્ડ કરીને સ્પેસમાં મોકલવામાં આવ્યું હતું અને 48 વર્ષથી આ જ ગીત સ્પેસમાં વાગી રહ્યું છે એવું પણ કહેવાઈ રહ્યું છે.
આપણ વાંચો: મસ્કની કંપની સ્પેસ એક્સએ અંતિમ ક્ષણોમાં સ્ટારશિપ રોકેટની ઉડાણ કરી રદ્દ, જાણો કારણ?
વાત કરીએ કેસરબાઈ કેરકર કોણ છે એની તો તેઓ જયપુર ઘરાનાના જાણીતા અને હોશિયાર કલાકારમાંથી એક હતા. એટલું જ નહીં પણ રવિન્દ્રનાથ ટાગોરે ખુદ તેમને રાગ કી રાની નામનું સન્માન આપવામાં આવ્યું હતું. આ ડિસ્કને પૃથ્વી પરના સંગીત અને સંસ્કૃતિનો સંદેશ મોકલવા માટે સ્પેસમાં મોકલવામાં આવી હતી.
છે ને એકદમ હટકે ઇન્ફોર્મેશન? આ અનોખી માહિતી તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં ચોક્ક્સ વધારો કરજો હોં ને? આવી જ બીજી હટકે ઇન્ફોર્મેશન જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.