ભારતના આ Metro Stationને નવાજવામાં આવ્યું બેસ્ટ મેટ્રો સ્ટેશનના ખિતાબથી…

નવી દિલ્હીઃ દિલ્હીનું મેટ્રોના એક સ્ટેશનને (Delhi Metro Station) અવારનવાર ઉટપટાંગ હરકતો તેમ જ ટ્રેનોમાં થતા ઝઘડાને કારણે લાઈમલાઈટમાં આવતું હોય છે, પરંતુ આજે આ મેટ્રો સ્ટેશન અલગ કારણોસર ચર્ચામાં આવ્યું છે. આ વખતે આ સ્ટેશન સકારાત્મતક કારણોસર ચર્ચામાં આવ્યું છે. વાત જાણે એમ છે કે હાલમાં જ દિલ્હીના એક મેટ્રો સ્ટેશનને બેસ્ટ મેટ્રો સ્ટેશન તરીકે નવાજવામાં આવ્યું છે. આવો જોઈએ કયું છે દિલ્હી મેટ્રોનું આ સ્ટેશન અને તેને કોણે આ ખિતાબથી નવાજ્યું છે…
મળી રહેલી માહિતી પ્રમાણે નોએડા બોટનિકલ ગાર્ડન મેટ્રો સ્ટેશન (Botanical Garden metro station)ને બેસ્ટ સ્ટેશનના ખિતાબથી નવાજવામાં આવ્યું છે. આ સ્ટેશનની કનેક્ટિવિટી, લોકેશન, ડિઝાઈન અને સુવિધાને કારણે આ ખિતાબ તેને આપવામાં આવ્યું છે. આ જ મહિનાની ત્રીજી તારીખે 30મા સ્થાપના દિવસે ડીએમઆરસીએ આ સ્ટેશનને બેસ્ટ સ્ટેશનનો ખિતાબ આપ્યો હતો. આ સ્ટેશને પોતાની સારી સુવિધાની સાથે સાથે જ પ્રવાસીઓના સંતોષ અને શાનદાર રચનાને કારણે આ માન હાંસિલ કર્યું હતું.
આ પણ વાંચો: મુંબઈગરાઓ જોઈલો…આવી લાગે છે તમારી Vande Metro, થોડા દિવસોમાં દોડતી થશે
બોટનિકલ ગાર્ડન મેટ્રો સ્ટેશન પોતાની અદ્યતન ડિઝાઈ અને સુખ-સુવિધાઓ માટે પ્રખ્યાત છે. આ સ્ટેશન પ્રવાસીઓના પ્રવાસને સુગમ બનાવે છે. એટલું જ નહીં પણ આસપાસના સ્થળો માટે પણ તે એક મહત્ત્વની જગ્યા બની ચૂક્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હી મેટ્રોની શરૂઆત 2002માં શાહદરા અને તીસ હજારી સ્ટેશન વચ્ચે થઈ હતી. ત્યારથી લઈને અચ્યાર સુધી દિલ્હીના મેટ્રોના નેટવર્કનો વિસ્તાર થયો છે અને હવે આ નેટવર્ક 392.44 કિલોમીટર રૂટ પર કુલ 288 સ્ટેશનો આવે છે. આ નેટવર્ક માત્ર દિલ્હી જ નહીં પણ સંપૂર્ણ એનસીઆર સેક્ટરને પણ આવરી લે છે જેને કારણે નાગરિકોનો પ્રવાસ સુવિધાજનક તેમ જ વધારે આરામદાયી બન્યો છે.