નેશનલ

ચંબલનો આ ડાકુ કરશે મધ્ય પ્રદેશ કોગ્રેસ માટે પ્રચાર

જેમ જેમ ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો ચૂંટણીના પ્રચારની રણનીતિ તૈયાર કરી રહ્યા છે. 17મી નવેમ્બરે યોજાનારી ચૂંટણી માટે રાજ્યોમાં હવે પક્ષો પોતાના સ્ટાર પ્રચારકો પ્રચાર કરવા માટે મેદાનમાં ઉતરશે. જેમાં વિવિધ પક્ષોના મોટા નેતાઓ રેલીઓ અને જાહેર સભાઓમાં મતદારોને રીઝવવા માટે સંબોધનો કરશે તો વળી કેટલાક પક્ષોએ તો પ્રચાર કરવાનું શરૂ પણ કરી દીધું છે. જેમાં ભાજપ અને કોંગ્રેસે પણ પોતાના રાષ્ટ્રીય સ્તરના નેતાઓને મેદાનમાં ઉતાર્યા છે.

ત્યારે મધ્ય પ્રદેશના શિવપુરમાં તો ચૂંટણી પ્રચારની એક અલગ જ તસવીર જોવા મળી હતી જેમાં ન તો રેલી છે, ન જનસભા છે કે ન તો કોઈ રાષ્ટ્રીય સ્તરના નેતા છે. અહીં ઘરે ઘરે જઈને મત માંગનાર વ્યક્તિ ચંબલનો ભૂતપૂર્વ ડાકુ છે. લોકોમાં તેની ઈમેજ રોબિન હૂડ જેવી છે.

81 વર્ષના મલખાન સિંહ જે એક સમયે ચંબલના ખતરનાક ડાકુ તરીકે ઓળખાતા હતા તે અત્યારે કોંગ્રેસ માટે પ્રચાર કરી રહ્યા છે.

શિવપુરી જિલ્લાના ઠાકુરોનું પ્રભુત્વ ધરાવતા ગામ ખીરિયામાં પ્રચાર કરતા તેમની ઘણી તસવીરો જોવા મળી છે.
મધ્ય પ્રદેશમાં કોંગ્રેસે મલખાન સિંહને ઠાકુર પ્રભુત્વ ધરાવતા ગ્વાલિયર-ચંબલ ક્ષેત્રમાં પ્રચારની જવાબદારી સોંપી છે, જેમાં 34 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. 34માંથી ઓછામાં ઓછી 20 બેઠકો પર મોટી સંખ્યામાં ઠાકુર મતદારો છે, જેમાં પરિહાર કુળનો સમાવેશ થાય છે જેમાંથી મલખાન સિંહ આવે છે.

નોંધનીય છે કે તે પોતે પણ બે વખત ચૂંટણી લડ્યા છે, પરંતુ જીત્યા નથી. જેમાં 1998 અને 2003માં બે વાર કરેરાથી વિધાનસભા ચૂંટણી લડી હતી, પરંતુ તે બેઠક પર હરનો સામનો કરવો પડ્યો હતો. બાદમાં તેઓ ઠાકુર અને ગુર્જર સમુદાયના લગભગ 14,000 મતો સાથે ચોથા ક્રમે રહ્યા. 1989માં જેલમાંથી છૂટ્યા બાદ મલખાન સિંહે ઘણી વખત પાર્ટીઓ બદલી હતી. તેઓ 1990ના દાયકામાં સમાજવાદી પાર્ટીમાં જોડાયા હતા. 2014ના લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના સમર્થનમાં પ્રચાર કર્યો હતો અને 2017ની યુપી વિધાનસભા ચૂંટણીમાં તેણે આરએલડીના અજીત સિંહને સમર્થન આપ્યું હતું. તેમણે એમપીમાં 2018ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ માટે પ્રચાર કર્યો હતો, પરંતુ ઓગસ્ટ 2023માં મલખાન કોંગ્રેસમાં જોડાયા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button