નેશનલ

આ રાજ્યોએ ઇથેનોલ પર ટેક્સ વધાર્યો, કેન્દ્ર સરકારે ચિંતા વ્યક્ત કરી, જાણો ટેક્સ વધવાથી શું થશે નુકસાન

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર ઈથેનોલનું ઉત્પાદ વધારવા માટે તમામ રાજ્યો અને લોકોને પ્રોત્સાહન આપી રહી છે. આ વચ્ચે પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશની સરકારે ઈથેનોલ પર ટેક્સ વધારાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય પર કેન્દ્ર સરકારે પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશ દ્વારા ઇથેનોલ પર લગાવવામાં આવેલા વધારાના શુલ્ક પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. આ શુલ્ક ઇંધણની કિંમતોમાં વધારો કરી શકે છે અને 2025-26 સુધીમાં 20% તથા 2030 સુધીમાં 30% ઇથેનોલ મિશ્રણના રાષ્ટ્રીય લક્ષ્યાંકોને અવરોધે છે. કેન્દ્રે આ રાજ્યોને નીતિ પર પુનર્વિચાર કરવા જણાવ્યું છે.

કેન્દ્રનો રાજ્યોને પત્ર

પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશને પત્ર લખીને ઇથેનોલ પર લગાવેલા નવા શુલ્કો પર પુનર્વિચાર કરવા આગ્રહ કર્યો છે. આ રાજ્યોએ પરમિટ ફી, ડિસ્ટિલરી લાયસન્સ નવીકરણ શુલ્ક અને આયાત શુલ્ક જેવા નવા નિયમો લાગુ કર્યા છે, જે ઇથેનોલની આવજા પર અસર કરે છે. આ શુલ્કો ઇથેનોલ-મિશ્રિત પેટ્રોલની કિંમત વધારી શકે છે, જે રાષ્ટ્રીય ઇથેનોલ મિશ્રણ કાર્યક્રમને નુકસાન પહોંચાડશે.

નીતિ અને કાયદાકીય ચિંતા

મંત્રાલયે જણાવ્યું કે ઇથેનોલ પર આ શુલ્કો GSTના દાયરામાં આવે છે, જે નીતિ અને કાયદાકીય દૃષ્ટિકોણથી ચિંતાજનક છે. આ ટેક્સ ઇથેનોલના ઉત્પાદન અને પરિવહનને મોંઘું બનાવે છે, જેની સીધી અસર ઉદ્યોગ પર આર્થિક દબાણ બનાવે છે. ગ્રીન ઇથેનોલ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશને પણ આ ટેક્સ વધારાનો વિરોધ કર્યો છે, કારણ કે કાચા માલની કિંમતોમાં વધારો અને સ્થિર વેચાણ દર ઉદ્યોગને નુકસાન પહોંચાડે છે.

રાષ્ટ્રીય લક્ષ્યો પર અસર

ઇથેનોલ મિશ્રણ કાર્યક્રમ કાર્બન ઉત્સર્જન ઘટાડવા, ઇંધણ આયાત ઘટાડવા અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવાનો મહત્વનો હેતુ ધરાવે છે. પંજાબ અને હરિયાણા દ્વારા લાદવામાં આવેલા આ ટેક્સથી આ કાર્યક્રમની પ્રગતિને રોંધાય શકે છે. કેન્દ્રએ રાજ્યોને આ ટેક્સ દૂર કરવા અથવા સુધારવા અપીલ કરી છે, જેથી 2025-26નું 20% અને 2030નું 30% મિશ્રણ લક્ષ્ય હાંસલ થઈ શકે.

આ પણ વાંચો…અમેરિકાની યુદ્ધવિરામની જાહેરાત બાદ ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઘટાડો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button