
ટાટા ગ્રુપ એ દેશનો સૌથી મોટો ગ્રુપ છે અને ટાટા ગ્રુપનો અર્થ અત્યારની પરિસ્થિતિમાં રતન ટાટા છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે રતન ટાટાની ગેરહાજરીમાં કોણ તેમનો આટલા મોટા સામ્રાજ્યની ધૂરા સંભાળશે? આપણામાંથી ઘણા લોકોને સતાવી રહેલાં આ સવાલનો જવાબ ખુદ ઉદ્યોગપતિ રતન ટાટાએ જ શોધી લીધો છે. રતન ટાટાએ ટાટા ગ્રુપના વારસદારોને ટ્રેન્ડ કરવાનું શરૂ કરી દીધું છે. આવનારા દિવસોમાં આ વારસદારો જ આ પુરા ગ્રુપને સંભાળશે. ખાસ વાત તો એ છે કે આ વારસદારોની ઉંમર 40 વર્ષની અંદર છે અને એમાં બે યુવતીઓનો સમાવેશ થાય છે.
જી હા, અમે અહીં વાત કરી રહ્યા છે રતન ટાટાના નાના ભાઈ નોએલ ટાટાના સંતાનો કે જેમના નામ લિયા, માયા અને નોવિલ ટાટા છે. ત્રણે જણ મીડિયા લાઈમલાઈટથી દૂર જ રહેવાનું પસંદ કરે છે. હાલમાં આ વારસદારો રતન ટાટાની મેન્ટરશિપમાં એ બધી વાતો શિખી રહ્યા છે કે જેનાથી ભવિષ્યમાં તેમને અબજો રૂપિયાના આ બિઝનેસને સંભાળવામાં મદદ મળી શકે છે.
આ જ કારણસર ટાટા ગ્રુપની સહાયક કંપની ટાટા મેડિકલ સેન્ટર ટ્રસ્ટના બોર્ડ દ્વારા બીજી નવેમ્બર, 2022માં લિયા, માયા અને નોવિલ ટાટાને સામેલ કર્યા હતા. રતન ટાટાની અંદાજિત સંપત્તિ 3800 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. હાલમાં રતન ટાટા આટલા મોટા એમ્પાયરના ફ્યુચર લીડર્સને તૈયાર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. આવો તમને જણાવીએ કે આખરે લિયા, માયા અને નોવિલ ટાટા કોણ છે અને હાલમાં તેઓ શું કામ કરી રહ્યા છે.
લિયા ટાટા હાલમાં ટાટા હોટેલ ઈન્ડસ્ટ્રીનો કારભાર જોઈ રહી થે અને તેણે પોતાના કરિયરની શરૂઆત તાજ હોટેલ રિસોર્ટ્સ એન્ડ પેલેસિસમાં આસ્ટિસ્ટન્ટ સેલ્સ મેનેજર તરીકે કરી હતી. મેડ્રિડમાં IE બિઝનેસ સ્કુલમાં પોતાનું ભણતર પૂરું કરીને લિયાએ સેલ્સ ડિપાર્ટમેન્ટમાં કામ કરીને અનુભવ લીધો હતો. ત્યાર બાદ ટાટા ગ્રુપ ઓફ હોટેલ્સની મેનેજમેન્ટ અને ઓપરેશન જોનારી પહેલી યુનિટ, ઈન્ડિયન હોટેલ કંપનીમાં ટ્રાન્સફર થઈ ગઈ છે.
આગળ વધીએ અને લિયાની નાની બહેન માયાની. માયા ટાટાએ રતન ટાટાના માર્ગદર્શન હેઠળ ટાટા ઓપર્ચ્યુનિટીઝ ફંડમાં પોતાની કારકિર્દી શરૂ કરી છે. તેમણે અહીં પોર્ટફોલિયો મેનેજર અને ઈન્વેન્સ્ટર રિલેશન રિપ્રેન્ઝેન્ટિટીવ તરીકે કામ કર્યું છે. વારવિક યુનિવર્સિટી અને બેયસ બિઝનેસ સ્કુલમાંથી ગ્રેજ્યુએટ માયાએ ટાટા ગ્રુપમાં અનેક જગ્યાએ પોતાનું યોગદાન આપ્યું છે. તેણે હાલમાં ટાટા કેપિટલ સાથે પોતાનું ટેન્યોર પૂરું કરું છે અને હવે તેણે પોતાનું પૂરેપૂરું ફોકસ ડિજિટલ પર ટ્રાન્સફર કરી દીધું છે.
નોએલ ટાટાના નાના સુપત્ર નોવિલ ટાટા બેયસ બિઝનેસ સ્કુલથી પણ ગ્રેજ્યુએટ છે. હાલમાં તે ટ્રેન્ટ હાઈપરમાર્કેટ પ્રાઈવેટ લિમિટેડમાં પ્રમુખપદ સંભાળી રહ્યા છે. આ કંપની ટાટાની અલગ અલગ બ્રાન્ડ્સ જેમ કે વેસ્ટસાઈડ અને સ્ટાર માર્કેટમાં મેનેજમેન્ટની દેખરેખ કરનારી પેરેન્ટ કંપનીના રૂપમાં કામ કરે છે અને નોવિલ પણ પોતાની મોટી બહેનોના નક્શેકદમ ચાલીને મલ્ટિ નેશનલ ગ્રુપમાં અલગ અલગ વેન્ચરમાં સક્રિય રૂપમાં ભાગ લઈ રહ્યો છે.
.