‘ભારત’ શબ્દ સ્વતંત્રતાનો પ્રતીક, વિદેશ પ્રધાને સમજાવ્યું મહત્ત્વ
નવી દિલ્હી: ઈન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ (ICCR) દ્વારા આયોજિત ‘નોલેજ ઈન્ડિયા વિઝિટર પ્રોગ્રામ’માં વિદેશ પ્રધાન એસ. જયશંકરે ભાગ લીધો હતો. ત્યારે તેમને પોતાનું વ્યક્તવ્ય કેટલીક બાબતો કહી જેમાં ખાસ તો તેમને ભારતને આઝાદીનું પ્રતીક ગણાવ્યું હતું.
વિદેશ પ્રધાન એસ જયશંકરે સોમવારે વિવિધ ક્ષેત્રોમાં ભારતે જે ભાગ ભજવ્યો છે તેની પર ભાર મૂક્યો હતો. તેમજ ભારત શબ્દના વિવિધ પ્રતીકવાદને પણ પ્રકાશિત કર્યો. તેમણે પોતાના સંબોધનમાં ખાસ એ જણઆવ્યું કે અત્યારે મને તમારી સાથે મેકિંગ ઓફ ઇન્ડિયા પર વાત કરવી વધારે યોગ્ય લાગે છે. જો તમારે ખરેખર ‘ભારત’ની મુલાકાત કરવી હોય તો સૌ પ્રથમ આપણે ભારત શબ્દને સમજીએ કારણકે તેમાં ઘણું ઊંડાણ રહેલું છે.
પોતાના સંબોધનમાં તેમણે રાજનીતિ અને ભાષાકીય આધાર ઉપરાંત ભારતનું આર્થિક મહત્વ પણ સમજાવ્યું હતું. જે ભારતની સુગમતા, આત્મનિર્ભરતા, પ્રતિભાની અભિવ્યક્તિ દર્શાવે છે. ભારત સર્વસમાવેશક, સમાન અને ન્યાયી સમાજના નિર્માણની પ્રતિબદ્ધતાનું પ્રતિક છે.
આ ઉપરાંત તેમણે દિલ્હીમાં યોજાયેલી G20 સમિટની સફળતાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે ભારતે પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ વચ્ચેના અંતરને પૂરવાનું કામ કર્યું. અમે એવી સંસ્કૃતિમાં મોટા થયા છીએ જે વહેંચાયેલા વિશ્વમાં સુમેળ લાવે છે. તેમજ ભવિષ્યમાં ભારતની વ્યાખ્યા આપતા જણાવ્યું હતું કે અમૃત કાલ રૂપરેખા જે 25 વર્ષની યોજના છે. તે ઐતિહાસિક પડકારોને ઉકેલવા અને આંતરરાષ્ટ્રીય સિસ્ટમમાં મહત્વપૂર્ણ સ્થાન સ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
આ ઉપરાંત કેન્દ્રીય પ્રધાન સર્બાનંદ સોનોવાલે ICCR નો ‘નોલેજ ઈન્ડિયા વિઝિટર પ્રોગ્રામનું ઉદ્ધઘાટન કર્યું હતું. જેમાં પરંપરાગત દવાને પ્રોત્સાહન આપવા માટે આયુષ મંત્રાલયની વૈશ્વિક સિદ્ધિઓની વિગતો આપી હતી.