ઉપરાષ્ટ્રપતિની મિમિક્રી કરનારા ટીએમસીના સાંસદે ફરી કર્યું વિવાદાસ્પદ નિવેદન

શ્રીરામપુરઃ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મિમિક્રી કરીને વિવાદોમાં સપડાયેલા ટીએમસી (તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી)ના સાંસદ કલ્યાણ બેનરજીએ ફરીથી ઉપરાષ્ટ્રપતિ મુદ્દે મોટું નિવેદન આપ્યું હતું. એક વાર નહીં, હજાર વખત હું તેમની મિમિક્રી કરીશ. આવું તો મેં એક વખત કર્યું છે, પરંતુ જરુર પડશે તો હું એક હજાર વખત કરીશ. તમે મને જેલમાં નાખી શકો છો, પરંતુ લડાઈનો અંત આવશે નહીં. શ્રીરામપુરમાં વિપક્ષના નેતા સુભેન્દુ અધિકારી વિરુદ્ધ આયોજિત સભામાં કલ્યાણ બેનરજીએ જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે શ્રીરામપુરમાં લોકો વધુ ભણેલા ગણેલા છે. વાસ્તવમાં મોટા ભાગના લોકો કલા જાણે છે તેમને ખબર છે કે મજાક શું છે નથી. વિપક્ષના નેતા પાસે આ વાત સમજવાની ક્ષમતા નથી. કલ્યાણ બેનરજીએ કહ્યું હતું કે અમારામાંથી અમુક લોકો વિરોધ કરતી વખતે ગીત ગાતા હતા અને જોક્સ કરતા હતા. હું રાજ્યસભાનો સભ્ય નથી. મને કઈ રીતે ખબર કે સભાપતિ શું કરે છે. જોકે, આમ કર્યા પછી મિમિક્રીની બોલબાલા થઈ ગઈ છે.
મિમિક્રી કોઈ નવી વાત નથી. આ એક આર્ટ છે. કલ્યાણ બેનરજીએ કહ્યું હતું કે જો જોક્સ તમને સમજમાં આવતા નતી. જો કોઈ તમારી પાસે એનું કોઈ જ્ઞાન ન હોય તો જોક્સ સમજમાં આવે નહીં તો હું કરી શકું છું, એમ તેમણે જણાવ્યું હતું.
હું શ્રીરામપુરનો જન પ્રતિનિધિ છું, તેથી ત્રણ વખત જીત્યો છું. હું અહીંની જનતા માટે જવાબદાર પ્રતિનિધિ છું. તેમણે વધુમાં કહ્યું હતું કે 42ના આંકડાને તમે ઊંધા કરો તો 24 થયા છે. અહીંયા ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને પાંચથી વધુ સીટ મળશે નહીં, એવો તેમણે દાવો પણ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયા દરમિયાન સંસદભવનની સુરક્ષામાં ચૂક મુદ્દે સદનની કામગીરી પૂરી ચાલી શકી નહોતી, જેમાં 146 સાંસદને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વિપક્ષી પાર્ટીઓએ કેન્દ્ર સરકારની આ મુદ્દે ટીકા કરી હતી, જ્યારે ઉપરાષ્ટ્રપતિની પણ વિપક્ષી પાર્ટીના સાંસદોએ ટીકા કરી હતી.