નેશનલમહારાષ્ટ્ર

પહલગામ આંતકવાદી હુમલોઃ સંજય રાઉત પરિવાર સાથે પહલગામમાં હતા, દીકરા સાથે તો આંતકવાદીએ…

જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે 22મી એપ્રિલના થયેલાં આંતકવાદી હુમલામાં મહારાષ્ટ્રના જાલનાનો રાઉત પરિવાર અણીચૂક્યો બચી ગયો હતો અને હવે આ પરિવારના સભ્ય દ્વારા જ આ આંતકવાદી હુમલા બાબતે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના રાઉતનગરના રહેવાસી સંજય રાઉત પોતાના દીકરા આદર્શ અને પત્ની સાથે કાશ્મીર ફરવા ગયા હતા. 21મી એપ્રિલના રાઉત પરિવાર પહલગામમાં હતો અને એ સમયે આંતકવાદીઓ પણ ત્યાં હાજર હતા.
આ દરમિયાન આદર્શ રાઉત એકલો ઘોડેસવારી કરવા અને વેલીમાં ફરવા ગયો હતો.

આપણ વાંચો: પહલગામ આતંકવાદી હુમલા બાદ મુંબઈ રેલવે હાઈ એલર્ટ, પોલીસે મોક ડ્રીલ યોજી

બૈસરન વેલીમાં એક મેગી સ્ટોલ પર આદર્શ જ્યારે રોકાયો હતો ત્યારે એક અજાણી વ્યક્તિએ તેની સાથે વાત કરી હતી. આદર્શે જણાવ્યું હતું કે એ વ્યક્તિએ મને પૂછ્યું કે તમે કાશ્મીરી નથી લાગતા, શું તમે હિંદુ છો? આ સવાલને કારણે આદર્શને શંકા પડી અને તેણે જવાબ આપ્યો કે તે અહીંનો જ રહેવાસી છે.

આદર્શે એ વ્યક્તિ સાથેની વધુ મહત્ત્વ નહીં આપ્યો અને ત્યાંથી જતો રહ્યો. બીજા દિવસે 22મી એપ્રિલના રાઉત પરિવાર શ્રીનગર પહોંચી ગયો અને પહેલગામમાં આંતકવાદી હુમલો થયો. જ્યારે હુમલા બાદ આંતકવાદીઓના સ્કેચ અને ફોટો સામે આવ્યા ત્યારે આદર્શે એમાંથી એકને ઓળખી લીધો હતો. આ એ જ વ્યક્તિ હતો જેણે મેગી સ્ટોલ પર આદર્શ સાથે વાત કરી હતી.

આપણ વાંચો: પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે સમગ્ર ભારતમાં મજબૂત લાગણીઓ: અજિત પવાર

જાલના પાછા ફર્યા બાદ આદર્શે એનઆઈએને ઈમેલ પર આ અંગેની માહિતી આપી હતી અને પોતાની સાથે થયેલી વાતચીત જણાવી હતી. આદર્શે એવું પણ જણાવ્યું હતું કે આંતકવાદીઓ 21મી એપ્રિલના જ હુમલો કરવા માંગતા હતા, પરંતુ એ દિવસે એટલી ભીડ નહોતી એટલે તેમણે બીજા દિવસે હુમલો કર્યો હતો.

સંજય રાઉતે આ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે જે સ્થળે હુમલો થયો હતો એ જગ્યાએ કોઈ પોલીસ કે સુરક્ષાવ્યવસ્થા નહોતી. જો સુરક્ષાવ્યસ્થા કે પોલીસ હોત તો આ હુમલો ટાળી શકાયો હોત.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button