નેશનલ

મદ્રાસ હાઈ કોર્ટે કહ્યું કે મુસ્લિમો બહુપત્નીત્વનો અધિકાર પરંતુ દરેક પત્ની સાથે સમાન વ્યવહાર જરૂરી……

નવી દિલ્હીઃ મદ્રાસ હાઈ કોર્ટે એક ચુકાદો આપતા કહ્યું હતું કે ઈસ્લામિક કાયદા હેઠળ મુસ્લિમ પુરુષોને બહુપત્નીત્વનો અધિકાર છે, પરંતુ તેમણે તમામ પત્નીઓ સાથે એક સરખો વ્યવહાર કરવો જોઈએ. જો તે એવું નથી કરી શકતો તેને ગુનાહિત કાર્ય તરીકે ગણવામાં આવશે અને તેની સજા કરવામાં આવશે. પત્ની યોગ્ય કાળજી લેવી એ પતિની ફરજ છે.

એક કેસમાં હાઈ કોર્ટે ફેમિલી કોર્ટના એ ચુકાદાને યથાવત રાખ્યો હતો જેમાં ક્રૂરતા એટલે કે પોતાની પહેલી પત્ની સાથે અણછાજતું વર્તન કરવું જેને કોર્ટે ગુનાહિત કાર્ય તરીકે ગણાવ્યું અને તેના આધારે પહેલી પત્નીની તરફેણમાં છૂટાછેડાનો હુકમ કરવામાં આવ્યો હતો. હાઈ કોર્ટે એ હકીકતની નોંધ લીધી હતી કે પતિ અને તેના પરિવારે શરૂઆતમાં પ્રથમ પત્નીને હેરાન કરી હતી તેમજ ગર્ભાવસ્થા દરમિયાન પણ તેની યોગ્ય સારવાર કરવામાં આવી ન હતી. જેનાથી કંટાળીને પહેલી પત્નીએ સાસરિયાનું ઘર છોડી દીધું હતું.

બાદમાં મુસ્લિમ વ્યક્તિએ બીજા લગ્ન કરી લીધા અને તેની બીજી પત્ની સાથે રહેવા લાગ્યો હતો. હાઈ કોર્ટે કહ્યું કે પુરુષે તેની પહેલી પત્ની અને બીજી પત્ની સાથે સમાન વર્તન કર્યું નથી, જ્યારે ઈસ્લામિક કાયદા હેઠળ પુરુષ માટે તેની પત્નીઓ સાથે સમાન વર્તન કરવું ફરજિયાત છે.

હાઈકોર્ટે કહ્યું હતું કે એક પતિ તરીકે તે તેની પત્નીને કે જે હાતમાં તેના માતા-પિતા સાથે રહેતી હોય તેમ છતાં આ સંબંધ જાળવવા માટે તેને શક્ય તે કરવું જોઈએ. જો તે તેના અલગ થવાથી જરાય દુઃખી હોય, તો તેણે તેની પત્નીને ફરી પાછી બોલાવવા માટે પગલાં લેવા જોઈએ અને જો તેમ ન થાય તો તે વ્યાજબી ધોરણે નિર્ણય લઈ શકે છે. પરંતુ જો તેની પ્રથમ પત્નીના ચાલ્યા જવાથી બીજા લગ્ન કરી લે અને પોતાની પ્રથમ પત્ની કે જે તેના બાળકની માં છે તેના વિશે કંઇ વિચારે પણ નહી તો તે એક પ્રકારની ક્રુરતા છે. આથી તેની પ્રથમ પત્ની છૂટાછેડા માંગી શકે તેમજ તેના પતિ સામે કાનૂની કાર્યવાહીની પણ માંગ કરી શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button