નેશનલ

ભારતીય સેના અમેરિકા અને મ્યાનમારની સેના સાથે મેઘાલયમાં સૈન્ય અભ્યાસ કરશે

ભારતીય સેના યુએસ અને મ્યાનમારની સેનાઓ સંયુક્ત યુદ્ધ અભ્યાસ કરશે. ભારતીત સેના મહિનાના અંતમાં યુએસ સેના અને ડિસેમ્બરમાં મ્યાનમારની સેના સાથે મેઘાલયના ઉમરોઈમાં કવાયત કરશે. સેના સંરક્ષણ અધિકારીએ આ અંગે માહિતી આપી હતી. મલેશિયન આર્મીએ ગયા મહિનાથી ‘ઉમરોઈ જોઈન્ટ ટ્રેનિંગ નોડ’ ખાતે દ્વિપક્ષીય કવાયત કરી રહી છે. ઉમરોઈ ભારતીય સેનાના પૂર્વીય કમાન્ડનું એકમાત્ર નિયુક્ત કેન્દ્ર છે. આ માટે આ સ્થળને સતત ત્રણ મહિનામાં ત્રણ દેશો સાથે અભ્યાસ માટે પસંદ કરવામાં આવ્યું છે.

સંરક્ષણ વિભાગે જણાવ્યું હતું કે ઑક્ટોબર 2017 માં આ કેન્દ્રએ શરૂઆતથી વિવિધ દેશો સાથે આઠ સંયુક્ત કવાયતની યજમાની કરી છે. જેમાં ભારત અને મલેશિયાની સેનાઓ વચ્ચે ચાલી રહેલા ‘હરિમાઉ શક્તિ અભ્યાસ, 2023’ નો પણ સમાવેશ થાય છે.

સંરક્ષણ વિભાગે જણાવ્યું હતું કે, ભારતીય સેના વિવિધ સ્થળોએ 22 મિત્ર દેશો સાથે 36 સંયુક્ત કવાયત કરીને સંરક્ષણ સહયોગના ક્ષેત્રમાં સકારાત્મક રીતે આગળ વધી રહી છે. ઉમરોઈ ખાતેના તાલીમ કેન્દ્રમાં અત્યાર સુધીમાં છ દેશોના સૈન્ય અધિકારીઓ કવાયતમાં ભાગ લીધો હતો.

2017માં બાંગ્લાદેશી સેના સાથે અહીં પ્રથમ દ્વિપક્ષીય કવાયત હાથ ધરવામાં આવી હતી. મ્યાનમાર, થાઈલેન્ડ, ચીન, કઝાકિસ્તાન અને મલેશિયાના વગેરે દેશોના સૈન્ય અધિકારીઓ ઉમરોઈ કેન્ટોનમેન્ટ ખાતે કવાયતમાં ભાગ લઇ ચુક્યા છે.

હાલમાં ચાલી રહેલા હરિમાઉ શક્તિ કવાયત 2023ની વિગતો આપતા લેફ્ટનન્ટ કર્નલ રાવતે જણાવ્યું હતું કે મલેશિયાની ટુકડીમાં પાંચમી રોયલ બટાલિયનના સૈનિકોનો સમાવેશ થાય છે, જ્યારે ભારતીય ટુકડીનું પ્રતિનિધિત્વ રાજપૂત રેજિમેન્ટ કરી રહી છે. આ કવાયત રવિવારે પૂર્ણ થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button