નેશનલ

MPમાં એક જ પરિવારના પાંચ સદસ્યોની આત્મહત્યાના બનાવથી ચકચાર

નવી દિલ્હી: અલીરાજપૂર જિલ્લામાં આજે સોમવારે બંધ પડેલા મકાનમાં એક જ પરિવારના પાંચ સભ્યોની લાશ દોરડે લટકતી મળતા સનસનાટી ફેલાઈ ચૂકી હતી. ઘટનાની જાણ થયા જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોને નીચા ઉતાર્યા હતા અને પોસ્ટ માર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

આ મામલો સોંડવા પોલીસ સ્ટેશન વિસ્તારના રાઉડી ગામનો છે. જ્યાં બંધ મકાનમાં એક જ પરિવારના પાંચ મૃતદેહો લટકેલા મળી આવ્યા હતા. મૃતકોમાં પતિ, પત્ની અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. તેમના સંબંધીઓ આત્મહત્યાને બદલે હત્યા થઈ હોવાની શંકા વ્યક્ત કરી હતી.

અહેવાલ મુજબ, એક જ પરિવારના પાંચ સભ્યોના મૃતદેહ મળવાના સમાચારે ભારે સનસટી ફેલાઈ ચૂકી છે. ઘરની બહાર લોકોની ભીડ એકઠી થઈ ચૂકી હતી. ઘટનાની જાણ થયા બાદ સ્થાનિક પોલીસ સિવાય ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

આ પણ વાંચો: Suicide note લખવામાં જે સમજદારી-સંવેદના બતાવી તે જીવન જીવવામાં બતાવી હોત તો…

ગ્રામજનો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતકોની ઓળખ કરવામાં આવી હતી. જેમાં રાકેશ, પિતા જાગર સિંહ, પત્ની લલિતા, પુત્રી લક્ષ્મી, પુત્ર પ્રકાશ અને અક્ષયના મૃતદેહો મળ્યા છે. રાકેશના કાકા જ્યારે તે સવારે ઘરે પહોંચ્યા ત્યારે તેમને આ વાતની જાણ થઈ હતી. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી.

એસપી રાજેશ વ્યાસ અને કલેક્ટર ડૉ. અભય અરવિંદ બેડેકર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તમામ પક્ષોના નિવેદન લેવામાં આવ્યા હતા. મૃતકના પિતા પર લગભગ દોઢ મહિના પહેલા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. ભૂતકાળની ઘટનાઓને ધ્યાનમાં લેતા તે હત્યા પણ હોઈ શકે છે. જો કે મૃતકોના સબંધીઓએ હત્યા થઈ હોવાની શંકા વ્યક્ત કરી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ