નેશનલ

લઘુમતીઓ પર હુમલા અંગે ‘બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ’ના પ્રમુખે આપ્યું શરમજનક નિવેદન, અતિશયોક્તિપૂર્ણ રજૂ કર્યાં

નવી દિલ્હીઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે સરહદ સુરક્ષા અંગે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. શેખ હસીના સરકારના પતન પછી ભારત અને બાંગ્લાદેશ પહેલીવાર એક મંચ પર જોવા મળ્યા હતા. આ પ્રસંગે બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (બીજીબી)ના વડા મેજર જનરલ મોહમ્મદ અશરફુઝ્ઝમાન સિદ્દીકીએ લઘુમતીઓ અંગે શરમજનક નિવેદન આપ્યું હતું. સિદ્દીકીએ કહ્યું હતું કે બાંગ્લાદેશમાં લઘુમતીઓ પરના હુમલાઓને અતિશયોક્તિપૂર્ણ રીતે રજૂ કરવામાં આવ્યા છે.

આ સાથે બીજીબીના વડા સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં બીએસએફ ડીજી ડી. એસ. ચૌધરીએ કહ્યું હતું કે ભારત-બાંગ્લાદેશ સરહદ પર પાંચ ઓગસ્ટ બાદ ઘૂસણખોરીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સિદ્દીકીએ કહ્યું હતું કે અમને બાંગ્લાદેશમાં લઘુમતીઓ તરફથી સુરક્ષા માટે ઘણી વિનંતીઓ મળી છે, અમે ભારતને તેમના સંદર્ભમાં મદદનું આશ્વાસન આપ્યું છે.

બીજીબીના વડાએ વધુમાં જણાવ્યું હતું કે ભારત-બાંગ્લાદેશ સરહદ પર તારની વાડ બનાવવાની ચર્ચા થઈ હતી. તેમણે કહ્યું હતું કે ભારત સાથેની બેઠકમાં અમે જ્યાં પણ સમસ્યા હોય ત્યાં સંયુક્ત નિરીક્ષણ માટે વિનંતી કરી છે.

આપણ વાંચો: ભારત અને બાંગ્લાદેશના વડા પ્રધાનોએ 3 ભારતીય સહાયિત વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું

જોકે, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે 1975 ભારત-બાંગ્લાદેશ સરહદ સંધિને ફરીથી લાગુ કરવા અંગે બેઠકમાં કોઈ ચર્ચા થઈ નથી. બીજીબી વડા સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ચૌધરીએ કહ્યું કે પાંચ ઓગસ્ટ પછી ભારત-બાંગ્લાદેશ સરહદ પર ઘૂસણખોરીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

મેજર સિદ્દીકીએ કહ્યું હતું કે તેઓ દેશમાં લઘુમતીઓની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. સરકારે કાયદો અને વ્યવસ્થા મજબૂત કરવા અને ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારવા અને કોઈપણ પ્રકારની હિંસા સામે કડક કાર્યવાહી કરવાના આદેશો આપ્યા છે. તેમની સરકાર હિંસા રોકવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.

નોંધનીય છે કે 17 ફેબ્રુઆરી 2025ના રોજ ભારતના બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) અને બાંગ્લાદેશના બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (બીજીબી) વચ્ચે દિલ્હીમાં 55મી ડાયરેક્ટર જનરલ સ્તરની સરહદ સંકલન પરિષદ યોજાઈ હતી. આ 4 દિવસીય કાર્યક્રમનો ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચે સરહદ સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવાનો અને દળો વચ્ચે સંકલન સ્થાપિત કરવાનો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button