નેશનલવેપાર અને વાણિજ્ય

સરકારની તિજોરી છલકાઇ જીએસટીમાં આટલી આવક થઈ…..

નવી દિલ્હી: નાણા મંત્રાલયના ડેટા પ્રમાણે દેશમાં GST કલેક્શનમાં ફરી એકવાર વધારો થયો છે. એપ્રિલ અને ડિસેમ્બર 2023 વચ્ચે GST કલેક્શન 12 ટકા વધ્યું અને 14.97 લાખ કરોડ રૂપિયા જેટલી આવક થઈ છે. આમ સતત 10મા મહિને જીએસટી કલેક્શન વધ્યું હતું. વર્ષ 2023માં 10 મહિના માટે જીએસટી કલેક્શન રૂ. 1.5 લાખ કરોડના આંકડાને વટાવી ગયો હતો.

નાણા મંત્રાલયે નવા વર્ષમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના આંકડા જાહેર કર્યા છે. મંત્રાલયના રિપોર્ટ અનુસાર નવેમ્બર 2023માં GST કલેક્શન 1.68 લાખ કરોડ રૂપિયા હતું. ડિસેમ્બરમાં આ આંકડો 1.65 લાખ કરોડ રૂપિયા થયું હતું, ત્યારે નાણા મંત્રાલયની આંકડાકીય માહિતી પ્રમાણે GST કલેક્શન માસિક સરેરાશ 1.66 લાખ કરોડ રૂપિયા જેટલું થયું છે.

નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ 2017-18માં GST કલેક્શનની માસિક આવક સરેરાશ રૂ. 1 લાખ કરોડ હતી. કોવિડ -19 મહામારી બાદ તે નાણાકીય વર્ષ 2020-21માં વધવા લાગ્યું હતું. ત્યારબાદ નાણાકીય વર્ષ 2022-23માં માસિક સરેરાશ 1.51 લાખ કરોડ રૂપિયા આવક થઈ હતી.

નાણા મંત્રાલયે એક નિવેદન દ્વારા જણાવ્યું હતું કે એપ્રિલથી ડિસેમ્બર વચ્ચે વાર્ષિક ધોરણે કુલ GST કલેક્શનમાં 12 ટકાનો ઉછાળો આવ્યો હતો અને તે 14.97 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. એક વર્ષ અગાઉ સમાન સમયગાળામાં કુલ GST કલેક્શનનો આંકડો રૂ. 13.40 લાખ કરોડ હતો. જ્યારે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં કુલ GST કલેક્શન 1.66 લાખ કરોડ રૂપિયા હતું.

ડિસેમ્બરમાં કેન્દ્રીય જીએસટી રૂ. 30,443 કરોડ, રાજ્ય જીએસટી રૂ. 37,935 કરોડ, રાજ્ય અને કેન્દ્ર બંનેનો જીએસટી રૂ. 84,255 કરોડ અને સેસ રૂ. 12,249 કરોડ હતો. તેના કારણે ડિસેમ્બરમાં સેન્ટ્રલ જીએસટીની કુલ આવક રૂ. 70,501 કરોડ અને રાજ્ય જીએસટીની કુલ આવક રૂ. 71,587 કરોડ થઈ હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…