જેલમાં બંધ આસારામને કોર્ટમાંથી મોટી રાહત : કોર્ટે પ્રથમ વખત આપી પેરોલ

જોધપુર: આજીવન કેદની સજા કાપી રહેલા આસારામને મંગળવારે કોર્ટમાંથી મોટી રાહત મળી છે. લાંબી જેલસજા ભોગવ્યા બાદ પ્રથમ વખત કોર્ટે તેની સાત દિવસની પેરોલ મંજૂર કરી છે. કોર્ટે આસારામને સ્વાસ્થ્યના કારણોસર કોર્ટે 7 દિવસની પેરોલ મંજૂર કરી છે. કોર્ટે આશારામને પોલીસ કસ્ટડીમાં રહીને જ સારવાર માટે મહારાષ્ટ્રના માધોબાગ જવાની મંજૂરી આપી છે.
સગીરા પર બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા આસારામને મંગળવારે કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે પ્રથમ વખત તેની સાત દિવસની પેરોલ મંજૂર કરી છે. કોર્ટે આસારામને સ્વાસ્થ્યના કારણોસર આ પેરોલ આપી છે.
હાઈકોર્ટના જસ્ટિસ પુષ્પેન્દ્ર સિંહ ભાટીની બેન્ચે તેમને સારવાર માટે મહારાષ્ટ્રના માધોબાગ જવાની મંજૂરી આપી છે. જો કે પેરોલ દરમિયાન આસારામ પોલીસ કસ્ટડીમાં જ રહેશે. ઉલ્લેખનીય છે કે આસારામ પહેલા પણ સારવારને મુદ્દે પેરોલ માટેની અરજી કરી ચૂક્યા છે, પરંતુ દર વખતે તેની અરજી ફગાવી દેવામાં આવી હતી.
આશારામ આ પહેલા જોધપુરની એક ખાનગી આયુર્વેદિક હોસ્પિટલમાં સારવાર લઈ ચૂક્યો છે. જ્યાં તેને પોલીસ સુરક્ષામાં રાખવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન પૂણેના ડૉક્ટરોની દેખરેખ હેઠળ તેની સારવાર કરવામાં આવી હતી.
આ પણ વાંચો: આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને આંચકો, સારવાર માટે મહારાષ્ટ્ર જવાની મંજૂરી નહીં મળી
બાદમાં તેમની તબિયત બગડતાં તેમને જોધપુરની એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આસારામે ફરીથી પેરોલ માટે અરજી કરી હતી, જેને સ્વીકારવામાં આવી હતી. કોર્ટે આસારામને સારવાર માટે 7 દિવસની પેરોલ મંજૂર કરી છે.
આસારામ અગાઉ પણ પોતાની માંદગીનું કારણ ધરીને પેરોલની માંગણી કરી ચૂક્યા છે. પરંતુ તેની અરજી સ્વીકારવામાં આવી ન હતી. 20 જૂને આસારામે 20 દિવસની પેરોલ માટે કોર્ટનો સંપર્ક કર્યો હતો, પરંતુ પેરોલ કમિટીએ તેને મંજૂરી આપી ન હતી. ઉલ્લેખનીય છે કે 85 વર્ષીય આસારામ 2013થી જોધપુર જેલમાં બંધ છે.
જોધપુર પોલીસે 2013માં ઈન્દોરથી તેમની ધરપકડ કરી હતી. તેના પર આશ્રમમાં એક સગીર છોકરી પર બળાત્કાર કરવાનો આરોપ હતો. પાંચ વર્ષ સુધી ચાલેલા ટ્રાયલ બાદ 25 એપ્રિલ 2018ના રોજ કોર્ટે આસારામને આજીવન કેદની સજા ફટકારી હતી.