નેશનલ

મહાકુંભમાં આવેલા દંપતીની કાર માત્ર કાર નહિ પણ છે ઘર; આનંદ મહિન્દ્રા પર થયા મોહિત

પ્રયાગરાજ: હાલ પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભમાં દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. શ્રદ્ધાળુઓ માટે અહી રહેવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. પરંતુ કર્ણાટકના એક દંપતીએ તેનો એક અલગ જ જુગાડ શોધી કાઢ્યો છે. એક દંપતીએ તેમની કારને ડબલ-ડેકર કારમાં રૂપાંતરિત કરી છે. જેમાં રહેવા અને રસોડા ઉપરાંત ઘણી સુવિધાઓ છે. આ જુગાડથી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ચેરમેન પણ મોહિત થયા હતા.

આ દંપતી 6 મહિનાની રોડ ટ્રીપ પર નીકળ્યું છે. આ દંપતીએ તેમની કારમાં અમુક નવીન રીતોથી ફેરફાર કર્યા છે. આ કાર એક મોડિફાઇડ ટોયોટા ઇનોવા છે. આ માટે તેમણે 2 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. તેમણે આ કારને એક ઘરમાં પરિવર્તિત કરી દીધી છે. તે જ્યાં પણ જાય છે, આ જ ગાડીમાં જ ઉંઘ લે છે. આ દંપતી કારની ઉપર પોતાનો ટેન્ટ ગોઠવે છે અને ત્યાં સૂઈ જાય છે. કુંભમાં આવેલા લોકો તેમની ડબલ ડેકર કાર જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે.

આપણ વાંચો: મહાકુંભઃ ગંગાને ‘ડૂબતી બચાવવા’ માટે રોજ પાણીની ચકાસણી અને પૂજાનો કચરો દૂર કરવા સરકારે કમર કસી

કારમાં એક નાનું રસોડું

તેણે આ કારમાં એક નાનું રસોડું બનાવ્યું છે. જેમાં ગેસથી લઈને રસોડાની અન્ય તમામ જરૂરી વસ્તુઓ છે. તેમાં સોલાર પેનલ પણ લગાવવામાં આવ્યું છે અને ટેન્ટ અને કારની વીજળીની જરૂરિયાત ફક્ત સૌર પેનલ દ્વારા જ પૂરી થાય છે. નીચે એક કાર છે અને ઉપર એક ટેન્ટ છે. દંપતીએ આ ડબલ-ડેકર કારના તંબુમાં જવા માટે એક સીડી પણ મૂકી છે.

શું કહ્યું આનંદ મહિન્દ્રાએ?

દંપતીના આ જુગાડની આનંદ મહિન્દ્રાએ ખૂબ પ્રશંસા કરી છે. તેમણે X પર લખ્યું ‘હા, એ વાત બિલકુલ સાચી છે કે મને આવા ફેરફારો અને શોધોથી મોહિત છે. પણ મારે એ સ્વીકારવું જ પડશે કે જ્યારે તેઓ મહિન્દ્રા વાહન પર આધારિત હોય છે ત્યારે મને વધુ આકર્ષણ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button