થાણે બુલેટ ટ્રેન સ્ટેશન બનશે ભારતનું પ્રથમ 'મલ્ટિમોડલ ઇન્ટિગ્રેટેડ હબ' | મુંબઈ સમાચાર
નેશનલ

થાણે બુલેટ ટ્રેન સ્ટેશન બનશે ભારતનું પ્રથમ ‘મલ્ટિમોડલ ઇન્ટિગ્રેટેડ હબ’

મુંબઈઃ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના પ્રસ્તાવિત પ્રકલ્પને યુદ્ધના ધોરણે રેલવે પૂરો કરવા માગી રહી છે, જેમાં ગુજરાતની માફક મહારાષ્ટ્રના બુલેટ ટ્રેનના સ્ટેશનને પણ આધુનિક બનાવવાની યોજના છે. થાણે બુલેટ ટ્રેન સ્ટેશનને પણ આધુનિક અને ‘મલ્ટિમોડલ ઈન્ટિગ્રેટેડ હબ’ બનાવવામાં આવશે, જેથી પ્રવાસીઓને પણ ફાયદો થશે.

થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન અહીં આવનારા સ્ટેશનને મલ્ટિમોડલ ઇન્ટિગ્રેટેડ હબ બનાવવાની યોજના ધરાવે છે, જે મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ કોરિડોરનો ભાગ છે, જેને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ તરીકે ઓળખવામાં આવે છે, અધિકારીઓએ જણાવ્યું હતું.

ટીએમસીના એક પ્રકાશનમાં જણાવાયું છે કે ૨૬ સપ્ટેમ્બરના રોજ અહીં હાઇ-સ્પીડ રેલ્વે સ્ટેશન એરિયા ડેવલપમેન્ટ પર એક આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ હતી, જેમાં નાગરિક અધિકારીઓ તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકારો અને જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (જેઆઈસીએ) ના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ સ્ટેશન એક વ્યાપક પરિવહન જંકશન તરીકે કાર્ય કરશે, જે બહુવિધ સેવાઓને એકીકૃત કરશે, એમ તેમાં જણાવાયું છે.

આ પણ વાંચો: મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેનનું કામ પુરજોશમાં, મુંબઈમાં 5 કિલોમીટર ટનલનું ખોદકામ પૂર્ણ…

આ વિકાસ યોજના કરોડો રૂપિયાના રોકાણોને આકર્ષિત કરશે અને નોંધપાત્ર રોજગારીનું સર્જન કરશે. થાણે ભારતનું પ્રથમ મલ્ટિમોડલ ઇન્ટિગ્રેટેડ સ્ટેશન બનશે, જે બુલેટ ટ્રેન, રેલ્વે, મેટ્રો, આંતરિક મેટ્રો, બસ સેવાઓ, જળમાર્ગ (જેટી), કેબ/રિક્ષા સેવાઓ અને હાઇવેને એરપોર્ટ સાથે સરળતાથી જોડશે, એમ મ્યુનિસિપલ કમિશનર સૌરભ રાવને ટાંકીને રિલીઝમાં જણાવાયું છે.

મીટિંગ દરમિયાન, અધિક મુખ્ય સચિવ (શહેરી વિકાસ વિભાગ) અસીમ ગુપ્તાએ ભાર મૂક્યો હતો કે આ પગલું મહારાષ્ટ્રમાં ‘ટ્રાન્ઝિટ-ઓરિએન્ટેડ ડેવલપમેન્ટ તરફ દોરી જશે. નિવેદનમાં જણાવાયું છે કે સ્ટેશનનો ૨૫ ટકાથી વધુ ભાગ ગ્રીન ઝોન તરીકે ચિહ્નિત કરવામાં આવશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button