આ મોબાઈલ એપની મદદથી પહેલગામ સુધી પહોંચ્યા હતા આતંકવાદીઓ! કોણે બનાવી આ App?

જમ્મુ અને કાશ્મીરઃ પહેલગામમં થયેલા આતંકી હુમલામાં આતંકવાદીઓ આ ઘાટી સુધી કેવી રીતે પહોંચ્યાં? આ મામલે સુરક્ષા એજન્સીઓ તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન એક ચોંકાવનારી વિગત સામે આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, એવું જાણવા મળ્યું છે કે, આ આતંકવાદીઓ પાસે એક ખાસ મોબાઇલ એપ હતી, જેના ઉપયોગથી તેઓ પહેલગામના ગાઢ જંગલોમાંથી બાયસરન વિસ્તારમાં પહોંચી શક્યા હતા. પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓને જ ટાર્ગેટ કર્યાં, પહેલા આતંકીઓ પ્રવાસીઓનો ધર્મ પૂછ્યો અને પછી ગોળી મારી દીધી હતી.
પહેલગામ પહોંચવા માટે આતંકીઓએ આલ્પાઇન ક્વેસ્ટ એપનો ઉપયોગ કર્યો
મહત્વની વાત એ સામે આવી છે કે, આતંકવાદીઓ એક મોબાઈલ એપનો ઉપયોગ કરીને અહીં સુધી પહોંચ્યાં હતા. સુરક્ષા એજન્સીઓએ કરેલી તપાસ પ્રમાણે પહેલગામના ગાઢ જંગલોમાં આનંદ માણતા પ્રવાસીઓ સુધી પહોંચવા માટે આતંકવાદીઓએ આલ્પાઇન ક્વેસ્ટ એપ્લિકેશનનો ઉપયોગ કર્યો હતો. અગાઉ પણ આતંકવાદીઓએ જમ્મુના જંગલોમાં આતંકવાદી હુમલા કરવા માટે આ એપનો ઉપયોગ કર્યો હતો. જેથી આ મામલે વધારે તપાસ થવી અનિવાર્ય છે.

આતંકવાદીઓ એપની મદદથી પહેલગામના જંગલો સુધી પહોંચ્યા
આતંકવાદીઓએ સુરક્ષા એજન્સીઓથી બચવા માટે આ એપની મદદ લીધી લઈને પહેલગામના જંગલો સુધી પહોંચી શક્યાં. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આ એન્ક્રિપ્ટેડ એપ્લિકેશન દ્વારા, આતંકવાદીઓ તે પર્યટન સ્થળ સુધી પહોંચવામાં સફળ રહ્યા જ્યાં પ્રવાસીઓની ભારે ભીડ હતી. આ મોબાઇલ એપ પાકિસ્તાન આર્મીના સહયોગથી વિકસાવવામાં આવી છે. તપસામાં એવું પણ સામે આવ્યું છે કે, આતંકવાદીએ ભારતીય ગુપ્તચર એજન્સીઓથી બચવા માટે પાકિસ્તાની સેનાની મદદ લીધી હતી.
એપ અંગે આતંકવાદીઓને આપવામાં આવી હતી ટ્રેનિંગ
પાકિસ્તાનમાં બનેલી આ એપ્લિકેશનનો કેવી રીતે ઉપયોગ કરવો તેના માટે આતંકવાદીઓને ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી. આતંકવાદીઓને સરહદ પારના તેમના હેન્ડલરો દ્વારા આ એપનો ઉપયોગ કેવી રીતે કરવો તેની તાલીમ આપવામાં આવી હતી. પહેલગામ આતંકવાદી હુમલામાં સામેલ તમામ આતંકવાદીઓને આ એપ ચલાવવાની તાલીમ પણ આપવામાં આવી હતી. તપાસમાં એ વાતની પણ પુષ્ટી કરવામાં આવી છે કે, આ હુમલા પાછળ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદનો હાથ છે. નોંધનીય છે કે, આ હુમલામાં 28 લોકોનો મોત થયા જેમાં મોટાભાગના પ્રવાસીઓ હતા. આતંકવાદીએ પ્રવાસીઓને ધર્મ પૂછીને ગોળી મારી હતી.