દિલ્હી હુમલામાં સામેલ ‘જૈશ ઐ મોહમ્મદ’, જાણો સંગઠનના કાળા કરતૂતો?

-સુરેશ એસ. ડુગ્ગર
શ્રીનગરઃ આત્મઘાતી હુમલામાં ‘હ્યુમન બોમ્બ’ને નવો વળાંક આપવા તથા કાશ્મીર અને સમગ્ર દેશમાં ફેલાયેલા આતંકવાદના ઇતિહાસમાં એક નવો વળાંક લાવનારા જૈશ-એ-મહોમ્મદ દિલ્હી બોમ્બ વિસ્ફોટ બાદ ફરી ચર્ચામાં આવ્યું છે.
પઠણકોટ એરબેઝ પર હુમલો કરનારા અને તેના પહેલા સંસદભવન જેવી અત્યંત સુરક્ષિત ગણાતી ઇમારતની સુરક્ષા પ્રણાલીને પણ ભંગ કરીને હુમલો કરનારની કાશ્મીરમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ રહી છે. પોતાની રચનાના માત્ર બે વર્ષની અંદર આ આતંકી સંગઠને જેટલા પણ હુમલા કર્યા એ વિગતો જાણીને ચોંકી જશો.
મૌલાના મસૂદ અઝહરને છોડ્યા બાદ વધ્યા હુમલા
અલ-કાયદાથી તાલીમ લઈને આવેલા અને ઓસામા-બિન-લાદેનના શિક્ષણ પણ ચાલનારા જૈશ-એ-મુહમ્મદના સંસ્થાપક આતંકવાદી નેતા મૌલાના મસૂદ અઝહર માટે તે એ દિવસ મહત્ત્વનો હતો, જ્યારે તેને જમ્મુની જેલમાંથી છોડવામાં આવ્યો હતો. કારણ કે ભારત સરકારને પોતાના 154 વિમાની મુસાફરોને મુક્ત કરાવવાના હતા. તે સમયે તેને છોડવાના પરિણામો કેટલા ખતરનાક સાબિત થશે એના અંગે કોઈ વિચાર્યું નહોતું.
આપણ વાચો: હવે પાટનગર દિલ્હીમાં બોમ્બ વિસ્ફોટનો કોલ મળતા પ્રશાસન હરકતમાં
19 એપ્રિલના કાશ્મીરમાં હ્યુમન બોમ્બનો ઉપયોગ કર્યો
જેલમાંથી છૂટ્યા તથા સંગઠનના નિર્માણના ત્રણ મહિના સુધી ચૂપ રહેનારા જૈશ-એ-મોહમ્મદે 19 એપ્રિલ 2000ના વિશ્વને ચોંકાવી દીધું હતું. કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદે કાશ્મીરમાં પહેલો માનવ બોમ્બ હુમલો કર્યો હતો.
જૈશ-એ-મોહમ્મદ તરફથી બાદામી બાગમાં આવેલી સેનાની 15મી કોરના મુખ્યામથક પર માનવ બોમ્બનો હુમલો કરનારા કોઈ કટ્ટર જેહાદી નહીં, પરંતુ બારમા ધોરણમાં ભણતો 17 વર્ષનો માનસિક તથા કેન્સરથી પીડિત યુવક અફાક અહમદ શાહ હતો ત્યાર બાદ માનવ બોમ્બ હુમલાઓનો સિલસિલો અટક્યો નહીં.
આપણ વાચો: દિલ્હી બ્લાસ્ટમાં વપરાયેલું ANFO (એમોનિયમ નાઈટ્રેટ ફ્યુઅલ ઓઈલ) શું છે?
ઇસ્લામના નિયમોને આતંકીઓએ નેવે મૂક્યા
ક્રમાનુસાર થનારા આત્મઘાતી હુમલાઓમાં દરેક આતંકવાદી માનવ બોમ્બની ભૂમિકા ભજવવા લાગ્યો. આ બધુ કરવાવાળા જૈશ-એ-મોહમ્મદના સભ્ય હતા. આત્મહત્યા કરવી એ પાપ છે, તેમણે ઇસ્લામની આ સૂચનાઓને ભૂલાવી દીધી હતી. તેઓ આ સૂચનાને માનવાનો ઇન્કાર કરીને કહેતા હતા કે જેહાદ તથા ધર્મની રક્ષા માટે પોતાના શરીરની કુર્બાની પણ આપી શકાય છે.
પઠાણકોટ હુમલાનો પણ સમાવેશ થાય છે
1 ઓક્ટોબર, 2001ના કથિત ‘કુરબાની’નો નવો ચહેરો સામે આવ્યો. કાશ્મીર વિધાનસભાની ઇમાર પર માનવ બોમ્બ હુમલો કરવાવાળાએ 47 નિર્દોષ લોકોનો જીવ લીધો હતો. વિધાનસભા પર થયેલા હુમલાની વિસ્ફોટનો અવાજ કાનમાંથી ગૂંજવાનો જ્યાં બંધ નહોતો થયો, ત્યાં સમગ્ર વિશ્વ સ્તબ્ધ થઈ ગયું.
13 ડિસેમ્બરે ભારતના સંસદ ભવનને નિશાનો બનાવવામાં આવ્યું હતું. આ કોઈ વિચારી પણ ન શકે તેમ હતું. પરંતુ જૈશ-એ-મુહમ્મદે સાબિત કરી બતાવ્યું કે સુરક્ષા વ્યવસ્થામાં કેટલા લૂપ હોલ છે. તેના હુમલાઓની યાદીમાં પઠાણકોટ એરબેઝ પર થયેલા હુમલાનો પણ સમાવેશ થાય છે. હવે દિલ્હીમાં થયેલા કાર બોમ્બ વિસ્ફોટનો આ યાદીમાં ઉમેરો થઈ ગયો છે.
જૈશ-એ-મુહમ્મદના ખાતામાં 144 આતંકી હુમલા
કાશ્મીરમાં કારગિલ યુદ્ધ બાદ શરૂ થયેલા આત્મઘાતી હુમલાને જૈશ-એ-મોહમ્મદે નવો રંગ-રૂપ અને ઢાંચો આપ્યો છે. જૈન-એ-મોહમ્મદે આત્મઘાતી હુમલાને આતંકનો પર્યાય બનાવી દીધો છે. ચોંકાવનારું તથ્ય એ પણ છે કે, કારગિલ યુદ્ધ બાદ ચાર-ચાર વર્ષ દરમિયાન કાશ્મીરમાં લગભગ 165 જેટલા આત્મઘાતી હુમલાઓને અંજામ આપવામાં આવ્યો હતો. જે પૈકી 144 હુમલા જૈશ-એ-મોહમ્મદે કરાવેલા હતા, જે પૈકીના 32 હુમલામાં 22 માનવ બોમ્બ વિસ્ફોટના કિસ્સા હતા.



