પૂંછમાં એરફોર્સના કાફલા પર આંતકવાદી હુમલો, અનેક જવાન ઘાયલ હોવાની શક્યતા

જમ્મુ-કાશ્મીરઃ જમ્મુ-કાશ્મીરના પૂંછમાં આવેલા એરફોર્સના કાફલા પર આંતકવાદી હુમલો કરવામાં આવ્યો છે અને આ હુમલામાં અનેક જવાનોના ઘાયલ થવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.
સુરક્ષા અધિકારીના જણાવ્યા અનુસાર આંતકવાદીઓએ ભારતીય વાયુસેનાના કાફલા પર ગોળીબાર કર્યો હતો. આ હુમલો સુરનકોટના સનાઈ ગામમાં થઈ હતી. ભારતીય સેના અને પોલીસની અતિરિક્ત ટુકડીઓ ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય રાઈફલ્સ યુનિટની લોકલ યુનિકના વિસ્તારમાં ઘેરાબંધી કરીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. એરફોર્સના વાહનોને શાહસિતારની પાસમાં એરબેસની અંદર સુરક્ષિત પહોંચાડી દેવામાં આવ્યા હતા. આ હુમલામાં અનેક સૈનિકો ઘાયલ થયા હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
મળી રહેલી માહિતી પ્રમાણે ઈજાગ્રસ્ત જવાનોને સારવાર માટે ઉધમપુરના કમાંડ હોસ્પિટલ રવાના કરવામાં આવ્યા છે. એરફોર્સના વાહનોના કાફલા પર થયેલા હુમલાની જે તસવીરો સામે આવી રહી છે એમાં એરફોર્સની ગાડીઓ ગોળીઓના નિશાન સ્પષ્ટ જોવા મળી રહ્યા છે.