નેશનલ

એન્કાઉન્ટર વખતે માતાએ આતંકવાદી દીકરાને કહ્યું સરેન્ડર કરી દે, પણ માન્યો નહીં, જુઓ વીડિયો

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના અવંતીપોરાના ત્રાલ વિસ્તારમાં આજે ગુરુવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં સુરક્ષા દળોએ જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે.

ત્રાલમાં હજુ પણ ગોળીબાર યથાવત છે અને છુપાયેલા આતંકવાદીઓની શોધખોળ કરવામાં આવી રહી છે. આ દરમિયાન એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકી આમિર વાનીનો વીડિયો સામે આવ્યો છે. જેમાં તે પોતાના પરિવાર સાથે વાત કરી રહ્યો છે.

આપણ વાંચો:Jammu Kashmir ના પુંચમાં  સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, આતંકીઓનો ટોપ કમાન્ડર સહિત ત્રણ ટ્રેપ

આતંકી આમિર વાનીનો અંતિમ વીડિયો

આતંકી આમિર વાનીનો અંતિમ વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે તેના પરિવાર સાથે વીડિયો કોલ પર વાત કરી રહ્યો છે. આમીરની માતા તેને પાછા ફરવાની વિનંતી કરતી જોવા મળી રહી છે, પરંતુ તેણે માતાની વાત માનવાનો ઇનકાર કરી દીધો હતો.

માતા સાથેની વીડિયો કોલની સ્ક્રીન રેકોર્ડિંગમાં જોઈ શકાય છે કે કેવી રીતે તેની માતા સ્થાનિક ભાષામાં તેને કહી રહી છે કે “બેટા સરન્ડર કરી દે,” પરંતુ તેણે તેની માતાની વાત સાંભળી ન હતી અને સેના પર ફાયરિંગ કર્યું હતું. આખરે સુરક્ષા દળો સાથેની અથડામણમાં તે ઠાર મરાયો હતો.

આપણ વાંચો: વિધાનસભા ચૂંટણી પૂર્વે કાશ્મીરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ; ચાર જવાન ઘાયલ…

આતંકીએ કહ્યું, “ફૌજ કો આગે આને દો ફિર દેખતા હું”

વાયરલ થઈ રહેલા વીડિયોમાં આમિરની માતા તેને કહે છે – ‘સરન્ડર કરી દે.’ તેના જવાબમાં આમીર કહે છે – ‘ફૌજ કો આગે આને દો ફિર દેખતા હું.’

વાયરલ થઈ રહેલા ફૂટેજ એન્કાઉન્ટર પહેલાનો હોવાનો સોશિયલ મીડિયામાં દાવો કરવામાં આવી રહ્યો છે. કહેવાય રહ્યું છે કે જે ઘરમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી, ત્યાંથી જ તેણે પરિવાર સાથે વીડિયો કોલ પર વાત કરી હતી. વીડિયો કોલ પર વાત કરતી વખતે તેના હાથમાં AK-47 રાઈફલ પણ જોવા મળી રહી છે.

સેના ઇચ્છતી હતી કે આતંકીઓ સરેન્ડર કરે

આમિર સાથે તેની માતા, બહેન અને એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આસિફની બહેને પણ વાત કરી હતી. આસિફની બહેને પૂછ્યું હતું કે મારો ભાઈ ક્યાં છે. ઉલ્લેખનીય છે કે આસિફ તે જ આતંકવાદી છે, જેનું ઘર IEDથી ઉડાવી દેવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર સુરક્ષા દળો ઇચ્છતા હતા કે આ આતંકવાદીઓ સરેન્ડર કરી દે, પરંતુ સરન્ડર કરવાને બદલે તેણે દળો પર ગોળી ચલાવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button